________________
તેવી રીતે કેટલાંક જીવોને વિષે સદ્ગુરૂના ઉપદેશના શ્રવણ કરવા થકી, સમ્યગુદર્શન, શ્રત (જ્ઞાન), દેશવિરતિ, સર્વવિરતિ આદિ રૂપ ધર્મની પરિણતિ એવી રીતે થાય છે. કે જેવી રીતે તે બન્નેનું ઐક્યપણું દેખાય છે. અથવા પાણી અને દૂધની જેમ એકપણું થાય છે. અને તેઓના બધા જ અનુષ્ઠાનો વિ. ભાવરૂપ જ થાય છે. અને તે ઐક્યપણું વિઘ્ન ન આવે તો આજીવન સુધી રહે છે. અને વિઘ્ન આવે છતે (આવે તો) બન્ને પ્રકારથી ધર્મપરિણામના નાશથી, તે નાશ પામે છે. અને ધર્મપરિણામનો નાશ કુસંસર્ગથી થાય છે. જેવી રીતે નાસ્તિક મંત્રી (પુરોહિત) ના સંસર્ગથી પ્રથમ વાસુદેવ અશ્વગ્રીવનું સમ્યકત્વ મલિનતા ને પામ્યું મિથ્યાત્વી લોકોના સંસર્ગથી યશોધર રાજાનો ચારિત્રનો પરિણામ નાશ પામ્યો અથવા જે રીતે બૌધ્ધનાં સંસર્ગથી સુરાષ્ટ્ર શ્રાવકનું પક્ષપણામાં સમ્યગદર્શન નાશ પામ્યું કેટલાક રોગ વિ. ના તાપથી, અગ્નિના તાપ વિ. થી પાણીની જેમ ધર્મનો પરિણામ નાશ પામે છે. જેવી રીતે મરિચિનો રોગના કારણે ચારિત્રનો પરિણામ નાશ પામ્યો એ પ્રમાણે બીજા પણ દ્રષ્ટાંતો જાતે જ વિચારવા - કહેવા બન્ને પ્રકારની આપત્તિથી ધર્મ, સમ્યક્તાદિ પરિણામ નાશ થતાં (થયે છતે) પૌષધમાં ચાર પ્રકારનાં આહારનું પચ્ચકખાણ કરનાર તૃષાનું અતિરેક પણું (અત્યંત તૃષાનાં કારણે) પાપી અને મિથ્યાષ્ટિનાં સંસર્ગથી સમ્યક્ત્વાદિ પરિણામનાં ત્યાગી નંદમણિયારનું દ્રષ્ટાંત જાણવું.
અહીંયા દ્રષ્ટાંત અને દ્રાષ્ટાન્તિકની યોજનામાં (ઘટના કરતા) દૂધ અને પાણીનો સંયોગ થયે છતે રાજહંસની ચાંચના સંસર્ગથી ફાટી ગયેલા દુધને વિષે દૂધ સમ ધર્મ પરિણામ અને જલ સમ જીવ.
અગ્નિનાં તાપથી પાણી બળી જતાં નિર્મલ જલ સમાન ધર્મ પરિણામ જાણવો અને દૂધ સરિખો જીવ એ પ્રમાણે જાણવું અને પ્રાયઃ કરીને આ લોકો આસને નજીકમાં) મોક્ષે જનારા છે. ફિl
પારકુવન્નત્તિ :- તાંબા વિ. ના અલંકાર અને કળશ વિ. ની ઉપર સુવર્ણના લેપ (ઢોળ) માટે સુવર્ણ અને પારાનું એક પણે કરાય છે. અને પારાના કારણે સુવર્ણ તાંબાના અલંકાર પર ચોંટી (લાગી) જાય છે. તેવા પ્રકારનાં સુવર્ણના ઢોળવાળા તે અલંકાર વિ. બધું પારાના મિશ્રણથી સફેદ | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (76)મ.અ.અં.૨,તરંગ-૧)