________________
હવે એને સ્પષ્ટ કરતી વ્યાખ્યા કરે છે. - જેવી રીતે તેલ અને પાણી એક પાત્રમાં હોય છે. ત્યાં તે બે મળેલા દેખાય છે. પરંતુ પરસ્પર એકરૂપ થતાં નથી. પરંતુ જુદા જુદા જ હોય છે. પરંતુ કાર્ય આવ્યે જુદા કરવા માટે શક્ય બને છે. તેવી રીતે કેટલાક મનુષ્યોમાં શરીરરૂપ પાત્રમાં જીવ, શ્રત, સમ્યગદર્શન, દેશવિરતિ, સર્વવિરતિ અને છ પ્રકારનાં આવશ્યકાદિ અનુષ્ઠાન રૂપ ધર્મ હોય છે. અથવા એક જ જીવ રૂપ પાત્રમાં સત્ અસત્ ઉપયોગ રૂપ મન અને પહેલાં કહેલાં રૂપ ધર્મ હોય છે. અને ત્યાં તે બે દેખાય છે. પરસ્પર એક સંયોગવાળું નથી. પરસ્પર ભેગા નહિ થવાનાં સ્વભાવવાળા હોવાથી જુદા જ રહે છે. કારણ કે તેઓને ઘણું જ્ઞાન ભણ્યા હોવા છતાં પણ જીવમાં અથવા મનમાં જ્ઞાન અને અર્થની પરિણતિ રૂપ તત્ત્વની શ્રધ્ધા રૂપ સમ્યત્વનો પરિણામ, ભવનો ભય, સમ્યક્ અનુષ્ઠાનમાં રૂચિ, સંયમવર્યાદિ ઉત્પન્ન થતાં નથી જો કે તેઓ કૃતાદિ ભણે છે. ભણાવે છે. અને ઉપદેશ પણ આપે છે. ધર્માનુષ્ઠાન કરે છે, કરાવે છે. તો પણ જીવ કર્માદિથી કલુષિત અને મન દુર્વિકલ્પ, ભવતૃષ્ણાથી કલુષિત થાય છે. અને તે જીવો અગીયાર અંગ, પૂર્વમાં આવેલાં જ્ઞાનનું અધ્યયન, પાંચસો વિદ્યાર્થીઓને અધ્યયન કરાવવામાં તત્પર અંગારમÉકાચાર્ય, ઉદાયિરાજાની હત્યા કરનાર (વિનયરન), શ્રી નેમિનાથ ભ. ને વંદન કરનાર (પાલક) શ્રી વીર પ્રભુનું વ્યાખ્યાન સાંભળવા માટે નિત્ય તૈયાર કાલસૌકરીક, કપિલાદિની જેમ પ્રાયઃ અભવ્ય થાય છે. શ્રી વીર પ્રભુની સેવાથી પ્રાપ્ત કરેલી તેજોલેશ્યાદિ શક્તિવાળો ગોશાળો, શ્રી કૃષ્ણ મ. ની સાથે અઢાર હજાર સાધુ ને વંદન કરનાર વીરક વિ. ની જેમ દુર્ભવ્ય પણ હોય છે.
"તોફાનનેતિ'' જેવી રીતે ધમાવતી સમયે લોખંડ અને અગ્નિ એકબીજા સાથે મળી જાય છે. અને લોખંડનું પીગળવાપણું ક્ષણમાત્ર અગ્નિના વર્ણસમું અને ઉષ્ણતાદિથી યુક્ત થાય છે. ત્યારે ઘાટ ઘડવા વિ. ના કારણે મનુષ્ય સ્ત્રી વિ. રૂપ (ઘાટ) બનાવવા માટે શક્ય બને છે. પરંતુ માત્ર સ્વલ્પ કાળ માટે જ રહે છે. વળી, જલ અને કાદવનાં સંસર્ગથી અગ્નિની પરિણત ભાવનાને છોડી દે છે. અને કઠીન, કાળાપર્ણને અને ઘડાવાને યોગ્ય નહીં વિ. સ્વસ્વભાવને પાછા ગ્રહણ કરે છે. | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (74)મિ.અ.અં.૨,તરંગ-૧
* : '.'. * * * * * * *
. . .
* .
.
.
. *
*
*
*
*
*
*
*
*
*