________________
તેવી રીતે કેટલાંક જીવો પૂર્વે પ્રાપ્ત થયેલા ધર્મવાળા હોવા છતાં પણ સદ્ગુરૂના ઉપદેશ શ્રવણ, સંવેગ (મુક્તિની અભિલાષા) વિ. પુણ્ય, પાપના ફલ, ઈષ્ટ-અનિષ્ટ સંયોગ પોતાનામાં અને બીજામાં રહેલાં સુખ અને દુઃખ વિ. ની વિચારણા વિ. જૈન ધર્મના રસ વડે ભાવિત થાય છે. મિથ્યાત્વ, આરંભ, ભવતૃષ્ણા, તેને અનુરૂપ અસત્ અનુષ્ઠાન (ક્રિયા) વિ. ખરાબ બોલવું. કદાગ્રહ અને અસત્ બોધ આદિ કઠિન (કઠોર) પણું છોડી દે છે, સમ્યકત્વ અને દેશવિરતિ કેટલાક સ્વીકારે છે. પરંતુ મોહનીય કર્મના ઉદય વિ. ના કારણે કેટલોક સમય કાલ ગયા પછી સ્વભાવથી અથવા કુતીર્થંકદિનાં કુસંસર્ગથી ફરી ધર્મના પરિણામ વિ. અને સ્વીકારેલી વિરતિ વિ. ને છોડી દે છે. અને આવા જીવો પ્રાયઃ કરીને દુર્ભવ્ય હોય છે. પરંતુ અર્ધ પદ્ગલ પરાવર્ત કાળમાં સિદ્ધિને પામે છે. (શ્રી ગૌતમસ્વામિથી પ્રતિબોધ પામેલા ખેડૂતની જેમ) લોખંડને તેવી જ રીતે વારંવાર (ફરીફરીને) નાંખવા અને કાઢવા વિ. થી વળી ફરી ફરી અગ્નિમાં પરિણામ પામવું અગ્નિનું ગ્રહણ કરવું. અને અગ્નિને છોડી દેવાનું કામ કરે છે. તે જ્યાં સુધી શસ્ત્રાદિ ઈષ્ટ કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી આ રીતે લોખંડ અને અગ્નિને આશ્રયીને સિધ્ધર્ષિ વિગેરે નિકટ ભવ્યોના પણ દ્રષ્ટાંતો જાતે કહેવા સમજવા //રા
(૩) પયગતિ એક સાથે ભાજનમાં નાંખેલું દૂધ અને પાણી પરસ્પર ભેગું થવા થકી એવી રીતે મળે છે. કે તે જુદુ થતું નથી. અને કોઈનાથી પણ જુદુ કરી શકાતું નથી. પરંતુ જે રીતે ભેગું થાય છે. તેજ રીતે જ્યાં સુધી તેનો નાશ ન થાય અર્થાત્ યાવજીવન (આ-જીવન) સુધી પણ તેજ રીતે રહે છે. માત્ર બે પ્રકાર વડે જુદુ પાડવાનું બને છે. (સંભવ છે.) રાજહંસની ચાંચ તેમાં પડવાથી દૂધ ફાટી જઈને જુદુ થાય છે. અને તે તે દૂધ પીએ છે અને પાણી પડ્યું રહે છે. કારણ કે તેની ચાંચમાં ખટાશનો ગુણ રહેલો છે. અને તેનો સંયોગ થવાથી દૂધ ફાટી જાય છે. એવો પૂર્વજનો (સજ્જનો) નો મત છે. આ તેઓનો પરસ્પર નાશનો (જુદા થવાનો) પહેલો પ્રકાર થયો તેવી રીતે અગ્નિ વડે ઉકાળવાથી પાણીનો નાશ થાય છે. અને દૂધ બાકી રહે છે. એ પ્રમાણે બીજો પ્રકાર થયો.
[ ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)](75)મ.અ.અં.૨,તરંગ-૧]
મ,
Iી
રનાક જામનગમનગરમ