________________
મધ્યાધિકારે પ્રથમ અશે (તરગ ૧૦)
હવે બીજી રીતે મોદક (લાડવા) ના દ્રષ્ટાંત વડે ઉપદેશ આપે છે. શ્લોકાર્થ :- (૧) સુદલ (૨) સ્નિગ્ધ (૩) મીઠાશ (ગળપણ) વડે બીજા પણ આઠ મોદકો થાય છે.
તેવીરીતે શુભાશુભ કર્મના ઉદયથી (૧) કુલ (૨) ધન અને (૩) ધર્મ વડે આઠ પ્રકારે નરજન્મ થાય છે.
વ્યાખ્યા :- જેવી રીતે સુધ્ધવાળા થી અને ગળપણથી યુક્ત લાડવા હોય છે. અને એ પ્રમાણે બીજા પણ આઠ પ્રકારે લાડુ થાય છે. તેવી રીતે કુલ, ધર્મ, ધન સહિત અને ધન રહિત આઠ પ્રકારનાં મનુષ્ય જન્મ હોય છે. તે શુભાશુભ કર્મોના ઉદયમાં આવવાનાં કારણે યથા યોગ્ય આઠ પ્રકારના થાય છે. એ પ્રમાણે અન્વય થયો. ધનનું ઉપલક્ષણથી રાજ્ય, વૈભવ વિગેરે પણ ગ્રહણ કરવું. તેમાં ત્રણ પદોનો વિસ્તા૨ ક૨વાથી આઠ પ્રકારે થાય છે. તે આ પ્રમાણે :
ત્રણ યોગે એક, બેનાં યોગથી ત્રણ, એકનાં યોગે ત્રણ અને ત્રણનો અભાવ (રહિતપણું) એ પ્રમાણે આઠ પ્રકાર હોય છે. (સમજવા) આની વિચારણા પૂર્વની જેમ વિચારવી પરંતુ વેગર (દ્રાક્ષાદિ મસાલો) અહીં ન લેવો દ્રષ્ટાંત અને દ્રાષ્ટાંતિકની યોજના યંત્રથી જાણી લેવી.
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 70 મ.અ.અં.૧,તરંગ-૧૦