________________
મગના આટા વિ. ના દલથી બનેલા જ હોય છે. અને તેનો આસ્વાદ પણ કડવો (તૂરો) ભાવે નહિ તેવો હોય છે. તેલની તેવા પ્રકારની પ્રકૃતિ છે. પરિણામમાં પણ પિત્તાદિ વિકારને કરે છે. કહ્યું છે કે - તલનું તેલ, કળથી, વાલ, કાલિંગડા, મૂળો, ભેંસનું દહીં અને વેંગણ આ આઠ કોઢનું કારણ છે. અને તેમાં જો ગળપણ થોડું હોય તો ગુડ વિ. સંભવે જ છે. અને તે તેલ આદિના મિશ્રણ (યોગ) થી ઉત્પન્ન થયેલા પિત્તાદિના વિકારને પણ શમાવવા માટે સમર્થ બનતા નથી તેવા પ્રકારના લાડવામાં વેગર વિ. (દ્રાક્ષાદિનો મસાલો વિ.) નો સંભવ નથી તેની પહેલા વિચારણા કરેલી જ છે. તથા તેવીરીતે તેલ સમાન પરદ્રોહાદિ અન્યાયથી મેળવેલા ધનથી શ્રીમંત બનેલા લોકો લોકોમાં પ્રાયઃ નિંઘતાને પામે છે અર્થાત્ નીંદનીય બને છે.
વળી ઉત્તમ કુળમાં જન્મેલાઓ તેવા પ્રકારના ધનને ભોગવતા વિશેષ નિદાને પાત્ર બને છે. અને અન્યાયથી મેળવેલ ધન પણ ભોગવતા એવા તેઓને તેવા પ્રકારના રસમાં આનંદ, ઉલ્લાસ (મસા), આપતું નથી. તે ધનનો તેવા પ્રકારનો સ્વભાવ હોવાથી મજા આપતું નથી ઉલટું જોવાથી સ્પર્શ વિ. કરવાથી પણ તેવા પ્રકારની અનર્થ કરનારી બુધ્ધિ આપનાર થાય છે.
બે ભાઈઓએ ઉપાર્જેલ ધનવાળી નળીની જેમ રાજદંડ, ચોર, અગ્નિ, વિ. ના ઉપદ્રવની બહુલતા વિ. દુઃખને આપનારા થાય છે. અને અહીંયા પણ અશુધ્ધ વ્યવહારની અવસ્થામાં રહેલા હેલા શ્રેષ્ઠિ આદિની જેમ ધન દુઃખને આપનાર બને છે?
તેવા પ્રકારના ધનવાનોને ધર્મ પ્રાયઃ કરીને દુઃસંભવ છે. અર્થાત્ દુઃખે કરીને પ્રાપ્ત થાય છે. વલ્લભીપુરના ભંજક રંક શ્રેષ્ઠિ આદિ ને જેમ દુઃસંભવ થયો અને જો કદાચ કોઈમાં સંભવે તો પણ પ્રાયઃ આલોકનું માન મોટાઈ સુખ સંતાનાદિ ફલની ઈચ્છા આદિથી કલુષિતજ (ધર્મ) હોય છે.
અને તેવા પ્રકારના તે ધર્મથી ધન મેળવવામાં અન્યાય વિ. કુકર્મથી ઉત્પન્ન થયેલ જે પાપ તે પણ કાઢવા માટે સમર્થ થતું નથી બીજા પાપની વાત તો દૂર રહો...... / કહ્યું છે કે - પરદ્રવ્યનું હરણ કરીને જે જિન પૂજા કરે છે તે ચંદનના વૃક્ષને બાળીને કોલસાનો વેપાર કરે છે. Ill | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (66) મ.અ.અંશ-૧,તરંગ-લ
કરn
:::
::
::