________________
( ધનશ્રેષ્ઠિની કથાઓ
વસન્તપુર નગરમાં ધન નામના શ્રેષ્ઠિને શ્રીકાન્ત નામે પત્નિ ચાર પુત્રો અને ઘણાભાઈ ઓ હતા. વળી તે સ્ત્રી પુત્ર, પૌત્રાદિ ઘણા પરિવારથી યુક્ત, સમ્યગ્દષ્ટિ, ઘણા પ્રકારે વિરતિ ગુણથી અલંકૃત, ન્યાયપૂર્વક વેપાર કરતો. પાપથી ડરનારો, સર્વલોકોને મન પ્રશંસાનું સ્થાન, આજ્ઞાનું પાલણ કરનારા પુત્ર, પૌત્ર, ભાઈઓ વડે સેવાતો સકલ સ્વજન અને પરિવારને આધારભૂત બનેલો વસે છે. ધર્મોપદેશ વિ. દ્વારા સંપૂર્ણ કુટુમ્બને ધર્મમાં પ્રવર્તાવે છે. તેમાં પ્રમાદ કરનારાઓને યથાયોગ્ય યાદ કરાવવા વિ. વડે શિક્ષા કરે છે. તેથી શ્રેષ્ઠિની બીકથી કોઈપણ પ્રમાદ કરતું નથી વધારે શું કહેવું ? કે ત્યાંસુધી કે કોઈ ઉંચે અવાજે બોલતું નથી એક વખત રાજાએ શ્રેષ્ઠિના ઘરની નજીકમાં દેવમંદિર બનાવ્યું ત્યાં સવાર સાંજ રાજાએ નિયુક્ત કરેલા નંટનટીથી યુક્ત નાટક મંડળી ગીત, નાચ વિ. કરે છે. તેના શ્રવણ કરવાના રસથી આકર્ષિત હૃદયવાળો શ્રેષ્ઠિનો સ્ત્રીવર્ગ ઘરનો વ્યાપાર છોડી એક કાન દઈને (એકાગ્રતાથી) ઉપર ઉભા રહી સાંભળે છે. પહેલા કોઈ જોતું નથી ને એ પ્રમાણે શરમથી શંકા કરતાં ક્રમે કરીને (ધીરે ધીરે) અલ્પ લજ્જાવાળો થયો. તેઓને તેવી રીતે જોઈને ધનશ્રેષ્ઠિએ વિચાર્યું આ શોભનીય (સારું) નથી.
કહ્યું છે કે - મીણ ચોપડેલા ચોળા ચીકાશવાળા હોવા છતાં પણ તાવવામાં આવે છે. દીપની શિખા અને મહિલા (સ્ત્રી) વિસ્તાર મર્યાદાના ઉલ્લંઘન) ને પામેલા ભયને કરનારા થાય છે. I ll તેથી જ્યાં સુધી ચંદ્રજેવા નિર્મલ મારા કુલમાં મલિનતા ન થાય ત્યાં સુધી ઉપાય વડે જ સ્વજન કુટુમ્બને હું નિવારું -- હું બચાવું એ પ્રમાણે વિચારીને પોતાના ઘરના એક ભાગમાં દેવમંદિર બનાવડાવ્યું કરાવ્યું, અને ત્યાં જે વેળાએ નાટક મંડળી રાજાએ બનાવેલા દેવકુલમાં ગીત નૃત્યાદિ કરે છે તે સમયે શ્રેષ્ઠિ દેવની આગળ મૃદંગ, તબલા, નરઘાં વિ. વાજીંત્રનો ખૂબનાદ કરાવે છે. જેથી કરીને
.... .
. . . . . . . . . . . . . :)
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)
મ.અ.અંશ-૧,તરંગ-૭