________________
(૫) રિત્તિ: હરય- સિંહો મરણ આવે તો પણ પાશ (બંધન)માં પડતા નથી આવતા નથી) જો કદાચ પડે તો બાલ્યાવસ્થામાં ફૂટયંત્ર અથવા કપટાદિથી પકડાય છે. અને પકડાયેલા હોય તો પણ લોખંડની સાંકળથી બંધાયેલા જો છૂટી જાય તો વન વિ. માં જતા જ રહે છે – દોડી જ જાય છે. જો સાંકળથી બંધાયેલા રહે (છૂટી ન જાય) તો પણ હાથી વિ. ની જેમ તેના ઉપર બેસી સવારી કરવાનું શક્ય નથી. અવજ્ઞા કરવા (તિરસ્કાર) નું પણ શક્ય નથી અને તેઓ જીર્ણ (સુકું) ઘાસ ખાતા નથી પરંતુ બલને પુષ્ટિ કરનાર પોતાનોજ આહાર એવા મહામાંસ ને જ ખાય છે. તેનું પાલણ કરનારા પણ તેઓને મધુર વચનાદિ વડે ખુશ જ કરે છે પરંતુ ક્રોધ કરાવતા નથી તેવી રીતે કેટલાક શ્રાવકાદિ જીવો જો બાલ્યકાળમાં પિતાદિના વેશથી (કારણે) અથવા સ્ત્રીના કપટ વિ. વડે ગૃહસ્થાવાસમાં પડેલા હોય તો પણ
સ્ત્રી આદિ કુટુમ્બથી પરતંત્ર બનેલા પાપકર્મમાં પ્રવર્તતા નથી અને પરિણામે વિરસ હોવાથી સૂકા ઘાસ જેવા સચિત્ત વિ. આહારને કરતા (ખાતા) નથી પરંતુ પરિણામમાં પુષ્ટિ એટલે કે પિરણામ વધારનાર અને બળને વધારનાર એવા અચિત્ત આહારને કરે છે. (ખાય છે) પોતાની આજ્ઞા વડે જ કુટુમ્બના લોકોને ધર્મકાર્યમાં પ્રવર્તાવે છે. પરંતુ તેઓની આજ્ઞાથી પોતાને મહા આરંભાદિ પાપ કર્મમાં પ્રવર્તાવતા નથી અને સિંહો ત્રાડ વડે ગભરૂ લોકોને અને મૃગલા વિ. ને ડરાવે છે. તેવી રીતે તેઓ પણ ધર્મમાં પ્રમાદી (આળસુ) પરિવારના લોકોને અને જૈન શાસ્ત્રના તર્કદિ વડે ડરાવે છે. અને પોતાની આજ્ઞાવડે ધર્મ કરાવે છે. અને જ્યારે અવસર આવેલો જુએ છે. ત્યારે મિથ્યાત્વ આદિ કુટુમ્બ અને વિષયાદિ પાશથી અથવા બંધનથી છૂટીને નીકળીને) સમ્યગદર્શન, બ્રહ્મવ્રત, સંયમરૂપ બગીચામાં આનંદથી યુક્ત સુખને અનુભવે છે. શુકભટ્ટારકને જાગૃત કરનાર સુદર્શન શેઠ, ક્ષેમકર, બ્રહ્મસેન, ધન્યકુમાર, ધનશ્રેષ્ઠિ વિ. ની જેમ. તેમાં ધનશ્રેષ્ઠિની કથા આ પ્રમાણે છે. -
કિt :::::
દ, ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)
મ.અ.અંશ-૧,તરંગ-૭)
::::::::::
::::::::
::::::::::::::::
:::::::::::
જs
::::::::::::::::::::