________________
ઈચ્છા હોય તો આ પુણ્યવીર્યનો આદર કરો અથવા તેમાં પ્રયત્ન કરો ઈતિ.
તપાગચ્છાધિપતિ શ્રી મુનિસુંદરસૂરિ રચિત ઉપદેશ રત્નાકર નામના આ ગ્રંથમાં જયશ્રી અંકે મધ્યાધિકારે પ્રથમાંશે ધર્મવીર્ય ઉપદેશ નામનો ॥ સાતમો તરંગ પૂર્ણ
મધ્યાધિકારે પ્રથમ અંશે (તરંગ-૮)
શ્લોકાર્થ :- હે ભવ્યજનો ! જયરૂપી લક્ષ્મી, વાંછિત સુખ, આલોકને પરલોક ના હિતને માટે અનિષ્ટ દૂર કરવામાં ત્રણ વર્ગમાં સારભૂત જિનધર્મમાં ઉદ્યમવાળા બનો ||૧||
જિનધર્મ સિવાય જીવને જે કાંઈ સુકુલમાં જન્માદિના જે સમસ્ત સંયોગો છે. તે વિફલ કહેવાય છે.
(૧) માટી અને (૨) સુવર્ણના દારૂ અને અમૃતથી ભરેલા કલશો જેવી રીતે ચાર પ્રકારના થાય છે. તેવી રીતે ભવિષ્યની ગતિને આશ્રયીને મનુષ્યો કુલાચાર વડે ચાર પ્રકારના થાય છે.
વિશેષાર્થ :- માટી અને સુવર્ણના બે પ્રકારના કલશો છે. તે વળી બન્નેય દારૂ અને અમૃતથી ભરેલા છે. એટલે કે એકમાં દારૂ અને બીજામાં અમૃત ભરેલું છે. એ પ્રમાણે ચાર પ્રકારે થાય છે.
જેવી રીતે જેથી એક લોકોમાં નિદ્યપણું અને એક લોકોની પ્રશંસાપણાથી ચાર પ્રકારે થાય છે. તેવી રીતે તે પ્રકારે કુલાચારથી મનુષ્યો ચાર પ્રકારના થાય છે. તેમાં કુલ બે પ્રકા૨ના છે. ઊંચ અને નીચ આચારપણ બે પ્રકારના છે. ઉંચ અને નીચ તેમાં ઉંચ એટલે જિનેશ્વરે કહેલા પાંચ પ્રકારના જ્ઞાનાદિ આચાર (જ્ઞાનાચાર) વિ. વળી તેનાથી વિપરીત તે નીચ તેથી આ પદવડે ચતુર્થંગી સહેલી જ છે ઈતિ.
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 56 મ.અ.અંશ-૧,તરંગ-૮