________________
' મંત્રીની કથા
નાગપુર નગરમાં દેલ્હાનો જે પુત્ર છે તે પૂનડ, શ્રીમોજદીન સુલતાનની પત્નીએ સ્વીકારેલ બધુ રૂપે (બંધુ ન હોવા છતાં બંધુનો ભાવ રાખવો તે) અશ્વપતિ, ગજપતિ એવા નરપતિને માન્ય થયો. તેણે પહેલી યાત્રા સં. ૧૨૩૭ ના વર્ષે તેની સાલમાં) બિબેર પુરથી કરી બીજી યાત્રા સુલતાનના આદેશથી નાગપુરથી ૧૨૮૬ના વર્ષે કરવા માટે પ્રારંભ કર્યો તેના તે સંઘમાં ૧૮૦૦ ઘોડાઓ હતા તેને અનુસાર (તે પ્રમાણે) બાકીનો પરિવાર જાણવો. જેટલામાં માંડલી ગ્રામની નજીકમાં આવે છે. તેટલામાં સંઘની સાથે સામો આવીને તેજપાલ મંત્રી ધોળકા લઈ આવ્યો, શ્રી વસ્તુપાલ સામે ગયો, પવનને અનુકૂલ પ્રમાણે સંઘની રજ જે જે દિશામાં જાય છે. ત્યાં ત્યાં તે જાય છે. ત્યારે સંઘના લોકોએ કહ્યું કે મંત્રીશ! આ બાજુ રજ છે. માટે આ બાજુ પગને મૂકો (ચાલો) તે વખતે મંત્રીએ કહ્યું પૂણ્ય વડે આ રજને સ્પર્શ થાય છે. આ રજના સ્પર્શથી પાપ રૂપરજ દૂર થાય છે કારણકે તીર્થ યાત્રિકની રજથી કર્મ રજ વગરના થવાય છે. તીર્થયાત્રા માટે ફરવાથી ભવનું ભ્રમણ થતું નથી અહીંયા દ્રવ્યને વાપરવાથી મનુષ્યો સ્થિર સંપત્તિવાળા થાય છે. અને જિનેશ્વર ભ. ની પૂજા કરવાથી પૂજ્ય બને છે.
પૂનડ અને મંત્રીએ (વસ્તુપાલ) ભેટીને સુંદર વાર્તાલાપ કર્યો સરોવરના કાંઠે સંઘ રહ્યો રાત્રીય મંત્રીએ પૂનાને જણાવ્યું કે સવારે સંઘ સાથે મારા આવાસમાં જમવું. તેણે તે સ્વીકાર્યું. ભોજન મંડપમાં પ્રભાતે નાગપુરના લોકો આવે છે. તે બધાના પગનું પ્રક્ષાલન અને તિલક વસ્તુપાલ જાતેજ કરે છે. તેમ કરતા બે પ્રહર વીતી ગયા છતાં ખેદ-કંટાળા વગર મંત્રી તેજ પ્રમાણે કરે છે. ત્યારે તેજપાલે કહ્યું હે દેવ ! બીજાઓથી પણ ભક્તિ કરાવાય ! તમે જમીલો મંત્રી બોલ્યો આ પ્રમાણે ન બોલશો આવો અવસર પૂણ્યથી મળે છે. ગુરૂએ પણ કહ્યું છે કે :- કુલના જે આધાર ભૂત છે. તે પુરૂષની આદર (પ્રયત્ન) પૂર્વક રક્ષા કરવી. તુંબડુ જ્યાં સુધી તૂટે નહિ ત્યાં સુધી આરાઓ તેના આધારે ટકે છે. ન ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 1.અ.અંશ-૧,તરંગ-લ
E
ss
:::::::::::::