________________
વળી મંત્રીએ ગુરૂને આ પ્રમાણેનું કાવ્ય લખી મૂક્યું. આજે મને પિતાની આશા ફલી છે. માતાની આશિષ રૂપી શિખા આજે અંકુરિત થઈ છે. યુગાદિ જિનના યાત્રિક લોકોને જોઈ હું ખુશ થયો છું. સંપૂર્ણ પણે પ્રસન્ન છું Ilm,
સંઘને જમાડીને અને પહેરામણી આપીને સંઘને ખુશ કર્યો. આ પ્રમાણે વસ્તુપાલ મંત્રીની વિવેકરૂપી સ્ત્રીનો લેશમાત્ર સબન્ધ (વાત) કહ્યો તેમના ઉત્તમ કુલ વિ. ત્રણ યોગતો પ્રસિધ્ધ છે.
હવે નિઅરેતિ - બીજા શુધ્ધ દલ વિ. યોગ વગરના મોદકો (લાડવાઓ) જેવી રીતે શુધ્ધ નથી તેવી રીતે બીજા ઉત્તમ કુલાદિયોગ વગરનો મનુષ્યજન્મ પણ પ્રશંસનીય થતો નથી એ પ્રમાણે સાર કહ્યો.
તેમાં સર્વથા દલ વિ. ના અભાવે લાડવા બન્યા નથી છતાં અશુધ્ધ થોડા દલ વિ. જાણવું તેમાં દલ મગનો આટો વિ. તે અશુધ્ધ છે.
સ્નેહ - તલનું તેલ, સરસવનું તેલ તે અશુધ્ધ, ગળપણ - ગુડાદિ (ખારો ઢીલો ચકરાનો ગોળ વિ.)
વેગર - દ્રાક્ષાદિનો તેવા પ્રકારનો અભાવ અર્થાત્ ખોરા કડેવા પદાર્થવાળો મોદક.
એ પ્રમાણે મનુષ્ય જન્મમાં નીચ કુલ ભિલ્લ મલેચ્છ વિ. જાતિસંબંધી (જન્મનું) જાણવું.
અશુધ્ધ ધન:- પરદ્રોહ આદિ અન્યાયથી મેળવેલું, તેલ વિ. ના જેવું તે અશુધ્ધ ધન અને અશુધ્ધ ધર્મ તે કુપાત્રમાં દાન વિ. આપવું તે અશુધ્ધ ધર્મ કહેવાય છે.
કુધર્મ - યજ્ઞાદિ અને દાવાનલ વિ. હિંસા વિ. થી અને દુર્ગતિના લાખો કારણો વાળો હોવાથી તે કુધર્મ છે. તે વળી વિષ તુલ્ય છે. ગોળ જેવો નથી. તેવીરીતે નીચ કુલ વિ. ના યોગમાં વિવેકનો તો અભાવ જ હોય છે. આ પ્રમાણે દૃષ્ટાંત અને દાર્દાન્તિકની યોજના જાતે કરવી.
અહીંયા વર્તમાનમાં પ્લેચ્છ વિ. ના ઘણા દષ્ટાંતો જણાવ્યા છે. તથા બીજા નહિ એ પ્રમાણે સામાન્યપણે કહેવાથી એક એક વસ્તુથી રહિત પણ [ ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)] 6 મિ.અ.અંશ-૧,તરંગ
::::::::::::
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
:::::::::::::::::::::: ]