________________
એ પ્રમાણે (૧) કુલ (૨) ધન (૩) ધર્મ અને (૪) વિવેક થી યુક્ત મનુષ્ય જન્મ શુભ છે.
વિશેષાર્થઃ- (૧) દલઃ- શુધ્ધરૂપ શુધ્ધ વસ્તુ (૨) સ્નેહ:- ઘી રૂપ (૩) ગવિલ :- ગોળ ખાંડ અને (૪) વેગર :- દ્રાક્ષ, લવિંગ, ઈલાયચી, કપૂર, ચારોલી, બદામ, ખારેક, ટોપરૂ અને ખાંડ વિ. તે આ ચારથી સિધ્ધ (તૈયાર) થયેલ હોવાથી સુંદર દલવાળો રમણીય લાડુ આવા પ્રકારના લાડુ હોતા નથી “કુલ, ધન” ઈત્યાદિ એ પ્રમાણે આ પ્રકારે મનુષ્યજન્મ પણ (૧) ઉત્તમકુલ (૨) ધન (૩) ધર્મ (૪) વિવેક સહિત શુભ છે. એવા બીજા નથી હોતા એ પ્રમાણે આનો સાર છે.
અહીંયા ગાથામાં દલાદિને અને કુલાદિને સામાન્ય પણે કહ્યું હોવા છતાં વિશેષાવબોધ ફલં વચન” એ પ્રમાણેના ન્યાયથી વિશિષ્ટનું જ ગ્રહણ કરવું તેમાં ઉત્તમ કુલ ઈક્વાકકુલ વિ. અને અત્યંત પ્રમાણીક પણે ન્યાયથી મેળવલું ધન ઉત્તમ છે. અરિહંત ભગવંતે કહેલો ધર્મ ઉત્તમ છે. વળી સારાસારની વિચારણા સ્વરૂપ (પૂર્વકનો) વિવેક ઉત્તમ છે. -
કહ્યું છે કે:- સંતોષ રૂપી સુખ, ઈન્દ્રિયોનું દમન, ચિત્તનું શાંતપણું (સમતા-ક્ષમાભાવ), દરિદ્રને વિષે દયાળુ પણું, સત્યરૂપ અમૃત ઝરતી વાણી, શૌર્ય – વૈર્ય, અનાર્યની સંગતિથી રહિત, સજ્જનની, સોબત કરવી આ બધા અતિ સુંદર પરિણામવાળા વિવેકના અંકુરાઓ છે. વા અને વળી માન વિનાનું જ્ઞાન, દાન આપવા જેવી લક્ષ્મીની પ્રાપ્તિ, અત્યંત ન્યાય યુક્ત રાજ્ય, સદ્ગણનો સમુહ વિનયને વધારે છે. આદર પૂર્વકનું દાન, મધુર અને પ્રભાવ વાળી વચનની મોટાઈ, મનુષ્યોમાં એક એકથી પણ નિશ્ચિત વિવેક પ્રગટે છે. તેનાથી યુક્ત દલાદિનો અને કુલાદિનો ક્રમથી ઉપમેય ભાવ બુધ્ધિશાલીએ જાતે વિચારી લેવો અને તેથી જેવા કહ્યા છે તેવા દલાદિ ચારના યોગથી બનેલા સારા મોદક પોતાની જાતિમાં સર્વોત્તમ છે. તેવી રીતે ઉચ્ચ કુલાદિના યોગથી સહિત મનુષ્ય જન્મ વિશ્વને પણ પ્રશંસનીય છે. ઈતિ
શ્રી અભયકુમાર મંત્રીની જેમ અને શ્રી વસ્તુપાલ મંત્રીની જેમ તે કથા આ પ્રમાણે છે. LC ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) | મ.અ.અંશ-૧,તરંગ-લો
*: * * * * * * * * * *
* * * * * * *
* *
* * * * * * * . . . .
. . . . . . . . .!
9.
E
:::::::
:::::
:
:
:::::::
::::::::::::