________________
કપિલઋષિ, સમુદ્રપાલ વિ. ઋષિની જેમ, મત્સ્યાદિ એ પ્રમાણે કહેવાથી આદિ શબ્દથી મહામર્કટ (બંદર) ને નચાવનાર ઋષભ આદિના પણ દૃષ્ટાંત કહેવા (ઉતારવા) તેને અનુરૂપ દૃષ્ટાંતિક પણ યોજવા Iઈતિ
અથવા હાથી જેવી રીતે મહાવત આદિથી તાબે થયેલા પણ તાપ અને તૃષ્ણાથી બેબાકળા થયેલા અશુચિવાળા તુચ્છ જલના આશ્રય વિ. નો પરિત્યાગ કરીને મોટા તળાવ વિ. માં સ્વેચ્છાપૂર્વક જાતે જ જોઈએ તેટલું પાણી પીએ છે. સ્નાન કરે છે. ખેલે છે. અને પવિત્ર થાય છે. પરંતુ પોતાની જાતને સ્વય રજ (ધૂલિ) થી ખરડે છે - ગંદી કરે છે. અને વળી સ્નાનાદિ કરીને પવિત્ર (શુદ્ધ) થાય છે. એ પ્રમાણે કેટલાક કુટુમ્બાદિથી પરાધીન (પરતંત્ર) હોવા છતાં પણ ખરાબ તુચ્છ મિથ્યાધર્મ અનુષ્ઠાનના ત્યાગ વડે શ્રી જિનધર્મ રૂપ મહા સરોવરમાં આનંદને ધરતાં માણતાં) શ્રી ગુરૂ ભ. કહેલા સિધ્ધાન્તરૂપી અમૃતને પીએ છે. અને આવશ્યકાદિ (પ્રતિક્રમણાદિ) સદ્અનુષ્ઠાન વડે પોતાને શુધ્ધ કરે છે વળી કુટુંબના નિર્વાહ વિ. માટે સાવદ્ય એટલે કે પાપકારી વ્યાપાર-અને આરંભાદિ વડે પોતાને કંઈક મલિન કરે છે. વળી ફરી પૂર્વની જેમ પવિત્ર કરે છે. મરીને તેઓ જધન્યથી સૌધર્મ દેવલોકમાં અને ઉત્કૃષ્ટથી અશ્રુત નામના બારમા દેવલોકમાં ઉત્પન્ન થઈ લાંબાકાળ સુધી સુખને ભોગવે છે. અને કેટલાક ભવોમાં મુક્તિના સુખોને પણ પામે છે. અથવા જેવી રીતે હાથીઓ સ્નાન કરીને રજથી પોતાને ખરડે છે. તેવી રીતે તેઓનું સ્નાન પણ નહિ સ્નાન કરેલાની જેમ જ થાય છે. એ પ્રમાણે કેટલાક કંઈક તપ, દાન, ધ્યાન, અધ્યયનાદિ કરીને બીજાએ કરેલી પ્રશંસા (સ્લાધા) વિ. ઈચ્છામુજબ નિયાણું, અવિધિ, મિથ્યાત્વ વિ. થી પોતાના પુણ્યને મલિન કરે છે.
કહ્યું છે કે :- શિથિલતા, ઈર્ષા, કદાગ્રહ, ક્રોધ, સંતાપ, દંભ, અવિધિ અને રસાદિ ત્રણ ગારવ, પ્રમાદી કુગુરૂ, કુસંગતિ અને પ્રશંસાની ઈચ્છા સુતે આ મલ છે એટલે કે ધર્મને મલિન કરે છે. તેનો અધ્યાત્મ કલ્પદ્રુમમાં કહ્યું છે કે આ સારા કાર્યને મલિન કરે છે. જો
:
. . . . . . . . . . .
::
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (50 મિ.અ.અંશ-૧,તરંગ
૨ . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
નાદ
:::
:::::::::::::::::::