________________
દત્તરાજા, વિષયમાં અવિરત (આસક્ત) સત્યકી વિદ્યાધરની જેમ આદિ શબ્દથી ખાડામાં પડેલા વર (ભંડ) વિ. ના અહીંયા દૃષ્ટાંતો જાણવા llall
(૪) રિત્તિ :- હાથી મહા વીર્યવાન હોવા છતાં હાથણના સ્પર્શની લોલુપતાના કારણે પાણીમાં પડેલા લાંબા કાળ સુધી ખેડવું, વાહન, બંધ વિ. કલેશ (દુઃખ) ને સહન કરે છે. સારા આહાર વિ. થી મહાવત વિ. ને વશ થયેલા છૂટા હોવા છતાં પણ અદૃશ્યમાનું વીર્યવાળા તેઓ વન વિ. માં ઈચ્છામુજબ ક્રીડાનું સુખ અને ભોગાદિ માટે જવાનો પ્રયત્ન કરતા નથી. અર્થાત ઉદ્યમી બનતાં નથી. ભૂમિ પર પડેલું પોતાને દુઃખનું કારણ હોવા છતાં પણ અંકુશાદિ મહાવતને સૂંઢ વડે આપે છે. તેવી રીતે કેટલાક જીવો વીર્યના યોગથી બાલ્યકાળમાં ધર્મકાર્યમાં ઉદ્યમશીલ હોવા છતાં પણ પિતાદિ વડે બલાત્કારથી લગ્ન કરવા, માતા-પિતા, પત્ની, પરિવાર (વંશ) વિ. થી વશ થયેલા ઈન્દ્રિયના વિષયના સુખમાં જ માત્ર આસક્ત કુટુમ્બ વિ. જેવું કહે તેવું કરનારા, ઈચ્છા પ્રમાણે ચાલનારા, ધર્મ, વીર્યમાં ઉત્સાહને પ્રગટ નહિ કરતા, સમ્યગ્દર્શન, દેશવિરતિ સર્વવિરતિ આદિનો સ્વીકાર અને પાલણ કરવા વિ. ધર્મકાર્યમાં ઉદ્યમશીલ થતાં નથી અર્થાત્ પુરૂષાર્થ કરતા નથી પુત્રરૂપ સૂતર (તંતુ) વડે બંધાયેલા આર્દ્રકુમારાદિની જેમ મોહથી બંધાયેલા ગૃહસ્થપણામાં (ગૃહવાસમાં) જ રહે છે. કુંટુમ્બ, સ્વજન વિ. ને રંજિત કરવા માટે મિથ્યાત્વ અને આરંભાદિમાં પ્રવર્તે છે. અને વિષયાદિમાં આસક્ત શશી રાજા અને કંડરિક રાજા વિ. ની જેમ દુર્ગતિમાં પણ પડે છે. અને હાથી દાન ઝરતી અવસ્થામાં અથવા પહેલા અનુભવેલી વનક્રિડા વિ. ની યાદ આવવાથી બંધનથી છૂટીને અથવા ઢીલા બંધનને તોડીને વનમાં દોડી જાય છે.
તેવીરીતે કેટલાક પ્રભાવશાળી ગુરૂના પ્રતિબોધ (ઉપદેશ) વિ. થી કોઈક લોક (જન) સુખ દુઃખ વિ. વિશેષ નિમિત્ત થકી ઉત્પન્ન થયેલા વૈરાગ્યથી અથવા જાતિસ્મરણાદિથી ઉલ્લસિત સંયમ વિષયમાં વીર્યવાળા સર્વવિરતિ, દેશવિરતિ, સમ્યગદર્શનાદિ પામે છે. પ્રત્યેક બુધ્ધ, મહાનિગ્રંથ એવા સ્થૂલભદ્રસ્વામિ, ઘેબરશ્રેષ્ઠિ, સંકલશ્રેષ્ઠિ વિ. સુંદરી, નંદ, મેતાર્ય, | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)] (49) મિ.અ.અંશ-૧,તરંગ
:::
:::::::::::::::::::::::::::