________________
બંધાયેલું ન હોવા છતાં પણ પોતે બંધાયેલો છે. એમ માનતો ઉઠવાને માટે પ્રયત્ન પણ કરતો નથી અને ગ્રાહકોવડે ગૃહણ કરાયેલ આ જીવનસુધી પાંજરાના બંધન વિ. કષ્ટોને સહન કરે છે. એ પ્રમાણે કેટલાક જીવો મિથ્યાત્વનો અભાવ હોવા છતાં ગૃહવાસરૂપ પાશનો તેવા પ્રકારની પ્રતિરોધ સામગ્રીને ત્યાગવાની શક્તિ હોવા છતાં પણ જેવા તેવા અસત્ આલંબન વડે પોતે અશક્ત અને બંધાયેલ ન હોવા છતાં પણ હું બંધાયેલો છું એમ માનતા ત્યાગતા નથી (ત્યાંથી ઉઠતાં નથી) અહીંયા અને પરલોકમાં તેનાથી ઉત્પન્ન થયેલા દુઃખના ફળોને અનુભવે છે. દુઃખરૂપ ફલને પામે છે. તાપસ શ્રેષ્ઠિ વિ. ની જેમ.
ન
કહ્યું છે કે :- વિશાળ સામ્રાજ્ય લક્ષ્મીને ઘાસના તણખલાની જેમ ત્યાગીને ધી૨પુરૂષો મોક્ષનો માર્ગ સ્વીકારે છે. મોક્ષના માર્ગે જાય છે. અને અહીંયા અમે તથા બીજા બંધનો વડે નહિ બંધાયેલા હોવા છતાં પણ બંધાયેલા છીએ એમ માનતા રૂદ્રાક્ષના દલ ઉપર ઝોલા (હિંચકા) ખાતા પોપટની જેમ ઠગાયા છીએ | અહીંયા માખી વિ. એ પ્રમાણે કહેવાથી આદિ શબ્દથી ભોળા મૃગ વિ. પણ જાણવા ॥૧॥
૨. મસગત્તિ ઃ- સિંહના નાકમાં પ્રવેશેલો મચ્છર સિંહને આકુલ વ્યાકુલ કરે છે. અને હાથીના કાનમાં પ્રવેશેલો હાથીને પણ મારી નાંખે છે. રાજા વિ. ને પણ ડંખ મારતો ખેદ પમાડે છે. અને પોતાની રક્ષા કરવામાં જ અસમર્થ એવો કરોળીયો પોતાના બનાવેલા જાળાની લાળમાં લાગેલો તે મરે છે કારણ કે તે પોતાની જાતને છોડાવવા માટે સમર્થ બનતો નથી એ પ્રમાણે કેટલાક જીવો માત્ર સંસારના સુખનાજ અભિલાષી પરલોકના સુખથી વિમુખ મુખવાળા, વિષયમાં આસક્ત, પાપકર્મમાં નિર્દય પરસ્પર હિંસા કરનારા અને કરાવનારા (ઘાત ક૨ના૨ા અને ઘાત કરાવનારા) અથવા વૈ૨ વસુલાતમાં લાગવા વિ. થી રાજાને પણ ખેદ પમાડે છે. ઉદયિ રાજાને મારનાર વિનયરત્ન વિ. ની જેમ.
વ્યાપારીને મોટા શેઠ વિ. ને પણ ઈર્ષા વડે કરીને મરાવે પણ છે.
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 47 મ.અ.અંશ-૧,તરંગ-૭
CONCHONORCH