________________
તપાગચ્છાધિપતિ મુનિસુંદરસૂરિ વિરચિતે ઉપદેશરત્નાકરે જયશ્રી અંકે મધ્યાધિકારે પ્રથમઅંશે ચાર પ્રકારની વૃત્તિ વિચાર નામનો છઠ્ઠો તરંગ પૂર્ણ. || મધ્યાધિકારે પ્રથમ અંશે તરંગ ૬ પૂર્ણ ॥
મધ્યાધિકારે પ્રથમ અંશે (તરંગ-૭)
શ્લોકાર્થ : :- જયરૂપ લક્ષ્મી, વાંછીત સુખ અને અનિષ્ટ દૂર કરવા આ લોક અને પરલોકના હિતને માટે હે ભવ્ય જીવો ! ત્રણવર્ગમાં સારભૂત એવા જિનધર્મમાં ઉદ્યમી બનો ||૧||
વળી તે ધર્મ સંયમ અને વીર્યથી જ યુક્ત સાધવા માટેયોગ્ય છે. (શક્ય છે) વલી તે ધર્મ જીવોને આશ્રયીને સાત પ્રકારનો થાય છે. ૨
તે આ રીતે (૧) પોપટ (૨) મચ્છર (૩) માખી આદિ (૪) હાથી (૫) સિંહ (૬) ભારડ પક્ષી (૭) રોહિત મત્સ્યાદિ મિથ્યાત્વબંધન, ઘરબંધન, સ્નેહબંધનમાં પડેલા અધર્માદિ જીવોના દૃષ્ટાંતો છે ગા
વ્યાખ્યા :- બન્ધ શબ્દ દરેકની સાથે જોડવાથી મિથ્યાત્વના બંધમાં ગિહત્તિ ઈતિ - ઉપલક્ષણથી પ્રધાન આવાસ આદિ તેના રહેવાના બહાનાથી એ પ્રમાણેના ન્યાયથી અથવા ઘરમાં રહેલા પિતા, માતા, ભાઈ, પત્ની, પુત્ર અને સ્વજન આદિના સ્નેહ બંધના વિષયના પરિત્યાગના અર્થિઓને આશ્રયીને ધર્મવીર્યને યોજવું અધર્માદિ જીવોના પોપટ વિ. સાત દૃષ્ટાંતો થાય છે. એ પ્રમાણે સારભૂત અર્થ થાય છે. અર્થાત્ તત્ત્વ - સહસ્ય છે હવે વિસ્તારથી વિચારણા કરે છે.
૧ સુગત્તિ ઃ- સામાન્ય પણે કહેવા છતાં પણ અહીંયા પોપટો પા૨સીકાદિ દેશમાં વિશેષ કરીને થયેલા જાણવા તે જેવીરીતે આમ્ર વિ. ને વિષે તેને લેવાની ઈચ્છાવાળા વડે દોરડાને અવલંબીને રહેલા નલક (રૂદ્રાક્ષનાવૃક્ષ) ઉપર બેઠેલા નલકના ભ્રમણના કારણે ચરણથી ઢંકાયેલું લટકતું દોરડું
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 46 મ.અ.અંશ-૧,તરંગ-૭