________________
કોઈપણ (નાટક મંડળના ગીત) ન સાંભળી શકે. તે નાટક મંડળીએ પણ ગીત વિ. ના વ્યાઘાતથી ખેદ-ઉદ્વેગ પામેલા રાજાની આગળ તે સ્વરૂપ (વાત) ને જણાવ્યું પછી રાજાએ શ્રેષ્ઠિને બોલાવ્યો અને કહ્યું કે આમ શા માટે કરો છો ? શ્રેષ્ઠિએ કહ્યું હે દેવ ! સંસાર અસાર છે. યૌવન જનારું છે. લક્ષમી ચંચળ છે સ્વપ્ન જેવો પ્રિયનો સંયોગ છે. પાપના વિચાર (પરિણતિ) દુઃખે કરીને સહી શકાય તેવા છે. અને વૃધ્ધ થયા છીએ પરલોક (મરણ) નજીક આવ્યું છે. તેથી હવે ધર્મનો અવસર આવ્યો છે. આથી અમારી પોતાની મહેનતથી મેળવેલ ધન વડે દેવકુલ (મંદિર) બનાવ્યું છે. ત્યાં દેવની પૂજાના સમયે અનંત ફલને આપનારી વાજીંત્રનાદ પૂજા હું કરાવું છું. આ સાંભળીને કંઈક હસીને રાજાએ કહ્યું જો આ પ્રમાણે વૈરાગ્યનો રંગ લાગ્યો છે તો વનવાસજ ઉક્ત છે. કારણ કે પુત્રાદિ રૂપ બેડીથી બંધાયેલા નાશ થયેલી આશાવાળા નિશ્ચિત ઠગાયા છે. તેથી હે ધન ! ગૃહવાસમાં સ્વપ્નની અંદર પણ ધર્મનો ગુણ (લાભ) થતો નથી. શ્રેષ્ઠિએ કહ્યું આ સાચું છે પરંતુ લોકો કહે છે કે ગૃહસ્થાશ્રમ સમો ધર્મ થયો નથી અને થશે નહિ.
રાજા બોલ્યો - ગૃહસ્થાશ્રમમાં રહેલાને પણ ગુરૂવડે કહેવાયેલા દાનાદિ ધર્મો જણાય છે. તેથી તે આશ્રમની અવજ્ઞા કર નહિ ઈત્યાદિ કહેલી પ્રયુક્તિની ચર્ચા વિષે રાજાએ કહ્યું કે હે વિદ્વાન્ ! આ પ્રમાણે વધારે પડતી વાણી બોલવાથી શું ? તત્ત્વને કહે તેથી હાથ જોડીને ધનશ્રેષ્ઠિ બોલ્યો :- હે પ્રજાવત્સલ અમે અહીંયા તમારી છત્ર છાયામાં રહ્યા છીએ અમારૂ કુલ નિર્મળ છે. નિષ્કલંકવૃત્તિથી આટલો કાળ પસાર કર્યો છે. અને મારા ઘરમાં ઘણી સ્ત્રીઓ છે હે દેવ ! ઈન્દ્રિયો ચંચળ છે. યૌવંન ઘણા વિકાર વાળું છે. વળી કામની સ્વચ્છંદ ગતિ છે. અને પ્રાણીઓમાં અવિવેક છે. તેથી હે નરેન્દ્ર ! ગીત, વિનોદ, હાસ્યાદિ ચેષ્ટા, જોવા વિ. થી ઉછુંખલા બનેલી વૃતિવાળાં પરિજન (પરિવાર) નાશ ન પામો એ પ્રમાણે ભવિષ્યનો વિચાર કરીને મે ઉપાય કર્યો છે. કારણ કે :- ઘર સળગે ત્યારે કૂવો ખોદવો, યુધ્ધ આવે ત્યારે ઘોડાને શિક્ષણ, નદીનું પુર ફેલાઈ ગયા પછી પાળનું બાંધવાનું સારું નથી પછી આ પ્રમાણે સભા સમક્ષ રાજાએ બુધ્ધિના કૌશલ્ય પણાની પ્રશંસા
' ' ' '
, '
'પt
': '
,
'
પ
..
.
..,
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) |(53).અ.અંશ-૧,તરંગ-૭)
* * * * * * * *