________________
ફલને આપનારા પોતાના દુષ્ટકર્મના પણ વિપાકની ચિંતવના વડે, બીજાને દુઃખની ઉદીરણા નહિ કરવા થકી, અકામ નિર્જરા વડે, ભવાંતરે નારકો સદ્ગતિ ગામી થાય છે. મુખે વિરસ અને પરિણામે સરસ ત્રીજી વૃત્તિને કહી
||૩||
તથા તિર્યંચમાં કોઈક જિનદાસ શ્રાવકથી બોધ પામેલો નિર્દોષ આહાર, કષ્ટ સહન કરવા વિ. દુઃખ રહિત સાધર્મિકની બુધ્ધિથી પાલણ રૂપ સુખને પામેલા બે ઋષભ વિ. ની જેમ, પશુઓ પણ પહેલાં કહેવા પ્રકારવડે ધર્મની પ્રાપ્તિવાળા પુત્ર વિ. ની જેમ, સારી રીતે સેવા પામવા વિ. વડે કરીને સુખ અનુભવતા ભવાંતરે ઉત્તમગતિને પામનારા બને છે. દેવને વિષે કેટલાક મહેન્દ્ર, લોકાન્તિક દેવો, ત્રયત્રિશત્ સુરાદિ (ત્રાયસ્ત્રિશતુ) સમ્યગુદૃષ્ટિ, જિનમુનિ, સંઘની ભક્તિ કરનારા ભક્તો, જિનશાસનની રક્ષા, વૈયાવૃત્ય (સેવા) જિનની, ગુરૂની પૂજા વિ. કરનારાઓ આસન્ન (નજીકમાં) સિધ્ધિ પામનારા છે. નારકને વિષે કેટલાક સમ્યગુદૃષ્ટિ જાતિસ્મરણ થવાથી લક્ષ્મણ, રાવણ, શશિરાજા વિ. નારકની જેમ. દેવાદિથી બોધ પામેલા અથવા તેવા પ્રકારના નરકના દુઃખને આપનારા, પૂર્વભવમાં કરેલા પાપકર્મની નિંદા કરતાં બીજા શત્રુઓનાં પણ દુઃખોને ઉભા નહી કરતાં (ઉદીરણા નહિ કરતાં) મિથ્યાદષ્ટિ નારકોથી અનંત ગુણ પ્રતિક્ષણ અશુભકર્મની નિર્જરા (ખપાવતાં) કરતાં અને નવા અશુભ કર્મનું ઉપાર્જન નહિ કરતાં, કંઈક પરિણત સમતા રૂપ સુખ અને સધ્યાન વાળા ભવાન્તરમાં તીર્થંકરપણા સુધીના સુખસંપદાની પદવી યોગ્ય બને છે. અને એ પ્રમાણે નારકો પણ મુખે અને પરિણામે સરસ વૃત્તિને ચરે છે. પામે છે. બાકીની વિચારણા પહેલાની જેમ વિચારી લેવી આ પ્રમાણે ચારગતિમાં રહેલા સર્વજીવોને આશ્રયીને ચારે વૃત્તિ વિચારી II
શ્લોકાર્ધ - એ પ્રમાણે બે પ્રકારની વૃત્તિને ચાર પ્રકારે કહેતાં તે બુધ્ધજનો ! છેલ્લી બે વૃત્તિમાં જે પ્રયત્ન કરે છે તે બે પ્રકારના (રાગ અને વૈષ) શત્રુપર જયરૂપ લક્ષ્મીને પામીને નિઃશ્રેયસ (સંપૂર્ણ) સુખની લીલાને પામે છે. ઈતિ
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (45) મ.અ.અંશ-૧,તરંગ-
ક
a
vana
+++++++::
:
:::::::::
**********