________________
ઈચ્છાવાળા અતિથિના ભોજનને માટે સરસ મધુર, ભીંજાયેલા નરમ જવ રૂપ ધાન્ય ગાયના દુધ સાથે આપવા વડે પુષ્ટ બનાવાય છે.
વાછરડાને...... પુષ્ટઆદિનું કારણ ન હોવાથી સુકુ ઘાસ વિ. અપાય છે. અથવા નથી અપાતું તેથી ઘાસ વિ. નહિ ખાતા એ ખાતા એવા દુબળા થયેલા વાછરડાને માતાએ (ગાયે) તેનું કારણ પૂછ્યું ત્યારે તે બોલ્યું મારા દેખતાં જ બકરો સ૨સ (સારો) આહાર ખાય છે. અને હું સુકુ ઘાસ વિ. પામું અથવા ન પણ પામું (છું) ઈત્યાદિ ત્યારે તેણી (ગાય) પણ બોલી આ બકરો મુખે સરસ આહાર કરતો હોવા છતાં પરિણામે વિ૨સ ચારાને ચરે છે.
---
કહ્યું છે કે :- જે આનંદથી ચરે છે તે એના દુઃખના ચિન્હો છે. તેના કરતાં સુકુ ઘાસ સુંદર છે કારણ કે તે લાંબા આયુષ્યનું લક્ષણ છે ॥૧॥ ઈત્યાદિ
પછી કંઈક ઉપશાંત થયો છે રોષ જેનો એવું તે વાછ૨ડું ઘાસ વિ. ખાય છે. ચરે છે. એક વખત ઉત્સવનો અવસર આવતાં મહેમાનોના ભોજન માટે માંસ માટે બકરાને બુચ બુચ કરતાં ક્ષત્રિયે બોલાવ્યો તેવા પ્રકારે તેને જોઈને વાછરડું પોતાની આવી દશા થશે એવી સંભાવનાની બીકથી ભયભીત થયેલું તે સાંજે માતાનું દુધ ન પીતાં માતાએ પૂછ્યું ત્યારે તેણે બકરાનું સ્વરૂપ અને પોતાના ભયનું કારણ કહ્યું તેણીએ (ગાયે) પણ પોતાના વાછરડાને કહ્યું સુકા ઘાસને ચરનારા તને આવો કોઈ ભય નથી મુખે વિરસ હોવા છતાં ચારાને ચરતાં એવા તને અકાળ મરણાદિનું કારણ ન હોવાથી પરિણામે સરસ છે. તેથી ઉપશાંત થયો છે ભય જેનો એવું તે વાછરડું ક્રમે કરીને યૌવનને પામ્યું શંકરને માટે ચિન્હ (વાહન) રૂપે કલ્પાયેલો મોટો બળદ થયેલો તે ગોકુલમાં સ્વ ઈચ્છા પ્રમાણે સુખને ભોગવે છે. એ પ્રમાણે બકરાની જેમ કેટલાક રાજા વિ. બીજા દેશનો નાશ ક૨વાથી નિર્દય મનુષ્યાદિ જીવતા ઘાતક, ગોત્ર, પિતા, પુત્ર, બાંધવાદિ ને દુ:ખ આપવા થકી, કપટથી દ્રવ્યાદિને માટે સજ્જન પુરૂષો પાસેથી દંડ લેવા વિ. રૂપ મહાઆરંભ સૈન્ય વિ. ના પરિગ્રહ થકી, ખરાબ નોકરો થકી, મહાઆરંભવાળા રાજવ્યાપાર, લોકોને
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 39 મ.અ.અંશ-૧,તરંગ-૬