________________
સમર્થ બની શકતા નથી. વળી આજીવિકા માટે ધન્ય (પૂણ્યશાળી) મનુષ્યો ધર્મને વિરાધતા નથી.
યતઃ :- મુખ (શરુઆત)માં અને પરિણામમાં વિરસ અને સ૨સ એમ ચાર પ્રકારના ચારા ને જે રીતે (૧) ગામના ભૂંડનું બચ્ચુ (૨) બકરીનું બચ્ચુ (૩) ગાયનું બચ્ચુ (વાછ૨ડું) (૪) હાથીનું બચ્ચુ (મદનીયું) આજીવિકા માટે ચરે છે. (તે રીતે મનુષ્યોનું આચરણ ચાર પ્રકારનું છે)
એની વ્યાખ્યા :- જેવી રીતે કદરી ને વિષે નિરસપણા વિ. ના કારણે શરૂઆતમાં (મૂખે) વિરસ છે. અને દુઃખનો હેતુ હોવાથી પરિણામે વિ૨સ છે. (૨) શરૂઆતમાં નરમપણાવડે કરીને સ્વાદને આપનાર હોવાથી સરસ છે. અને પરિણામે સુખનું કારણ હોવાથી અને દુઃખ નહિ આપતું હોવાથી સરસ હિતકારી ચરે છે. (ખાય) છે. તે ચાર પ્રકારે છે. (૧) મુખે અને પરિણામે વિ૨સ (૨) મુખે સરસ અને પિરણામે વિ૨સ (૩) મુખે વિરસ અને પરિણામે સરસ અને (૪) મુખે અને પરિણામે સરસ એ પ્રમાણે ચાર પ્રકારના ચારાને પશુ વિ. ખાય છે. કોણ તે ચરે છે તે કહે છે. શિશુ એ શબ્દ ચારેને જોડવો (૧) ગામના સુકર, ભૂંડપૂત્ર (ભૂંડના નાના બચ્ચા) એ પ્રસિધ્ધ છે. (૨) બકરીના બચ્ચા પ્રસિધ્ધ છે. (લવારૂ) (૩) વાછરડા (૪) ગજનું બચ્ચુ એટલે કે મદનીયું ઈતિ એ પ્રમાણે આ જેવીરીતે પહેલા કહેલા ક્રમ પ્રમાણે ચાર પ્રકારનો ચારો ચરે છે. એ રીતે એ પ્રમાણે આજીવિકાને માટે મુખે પરિણામે વિ૨સાદિ ચાર પ્રકારના જીવો છે. તે સર્વેય (બધાય) સંસારી પ્રાણીઓ ચરે છે. અથવા પ્રધાનપણું હોવાથી મનુષ્યો સમાચરે છે. એ પ્રમાણે અહીં અર્થ થયો હવે તેની વિચારણા કરે છે.
જેવીરીતે ભૂંડના બચ્ચા અશુચિ કાદવ વિ. ને ખાનારા છે. (ખાય છે.) અને તેનાથી પુષ્ટિને પામે છે. અને સમય આવ્યે છતે (આવતાં) ચંડાલ વિ. વડે જીવતાંજ અગ્નિની અંદર ભડછક (ભાંડભુંજા)ની જેમ સારી રીતે પકાવીને ખવાય છે. (ખાય છે) એ પ્રમાણે મુખમાં કવલ મૂકતાં અને પરિણામમાં વિ૨સ ચારાને ચરે છે. મુખે અશુચિ વિરસ અને પરિણામે અગ્નિમાં પકાવાનું તે પણ વિરસ.
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 37 મ.અ.અંશ-૧,તરંગ-૬