________________
દંડ, યુદ્ધ, ધાડપાડવા રૂપ સજ્જન લોકોનું દ્રવ્ય ગ્રહણ કરવું, સર્વ નગર ગામ વિ. ની પ્રજાને ખેતી વિ. ના આરંભમાં પ્રવર્તાવવા વડે મનુષ્ય પશુ વિ. નો અવરોધ (પકડવા), જલપાન, ભોજન વિ. માં અંતરાય કરવા, બન્ધન, તાડન, લાંચ લેવી વિ. અન્યાય નહિ કરવા યોગ્ય) કરી. આરંભાદિ થકી તથા ક્રૂર મિથ્યાદૃષ્ટિ રાજપુરોહિત જ્યોતિષને જાણનારા નૈમિત્તિક વિ. બધીજ પાપરૂપ પ્રવૃત્તિના કારણ રૂપ ઉપદેશ, મુહુર્ત વિ. આપવા આદિ કરીને અને વૈદ્ય વિ. મહામાંસ, ઔષધિ વિ. ના આરંભ કરવા વડે તથા સુદ્ર, ચોર, નૃપ વિ. ધાડ, છાવણી કરવી, નગર, ગામ, નર, પશુ સર્વ પ્રજાજનોના આધાર આશારૂપ વિશ્રામ (શાન્તિ) ના સ્થાનરૂપ, ધાન્ય, ખેતર, ખળ વિ. ને સળગાવવો, નિરપરાધિ મનુષ્ય પશુ વિ. ના ઘાત રૂપ પાપ કર્મ વડે તથા ઈર્ષા વિ. મંદિર મુનિ, શ્રાવક વિ. ને પણ અને શિષ્ટજનોને પણ ચોરીનો આરોપ કરી કરાવી અનિતિ થી દ્રવ્ય પડાવવું રાજદંડ આપવા આદિ ક્રૂર કર્મ વડે, ગરીબ શ્રેષ્ઠિ, જયસિંહદેવનો પૂર્વ ભવનો અકાર્ય કરનાર વણિક આદિની જેમ કેટલાક વેપારી, બ્રાહ્મણ વિ. પણ કદાગ્રહ અભિમાનાદિ વડે સ્વેચ્છ, બીજા રાજાને લાવવા દ્વારા ચેત્યાદિ ધર્મ સ્થાન, દેશનગર શત્રુનો ભંગ કરાવવા દ્વારા રૌદ્ર અધ્યવસાયની ક્રિયા વડે વળી કેટલાક વેપારી વિ. અત્યંત લોભથી પ્રસાયેલા પંદર પ્રકારના કર્માદાન ખેતી વિ. ના આરંભમાં પરને ઠગવાના કારણ રૂપ જૂઠા તોલ માપ વિ. કુવ્યાપાર વડે અને ધર્મથી વેગળા પરલોકના સુખથી વિમુખ આલોકના વિષયાદિ સુખમાં રક્ત, સંપૂર્ણ રીતે ગુરૂ ઉપદેશ વિ. થી રહિત (નિરપેક્ષ) ગમે તે રીતે દ્રવ્ય મેળવીને તેના વડે વિષયાદિ સુખ વિલાસને ભોગવતા ભવાંતરે દુર્ગતિના દુઃખરૂપ સાગરમાં પડેલા – પડનારા મુખે (શરૂઆતમાં) સરસ અને પરિણામે વિરસ આજીવિકાને પામે છે.
વળી તેઓને ફરી નરભવ, શુધ્ધ ધર્મ વિ. દુર્લભ બને છે અને વિવિધ પ્રકારની નરક તિર્યંચ વિ., અનંત ભવ ભ્રમણ રૂપ દુઃખ વિ. ને વિચારીને આવા પ્રકારની આજીવિકા બુદ્ધિમાનોએ છોડવા જેવી છે. તેવી રીતે વાછરડાની જેમ કેટલાક સમ્યગુ ગુરૂએ આપેલ જિન વચન રૂપ અમૃત પાનથી દૂર થઈ
૬. . . . . . . . .
. . *** ****
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (40).અ.અંશ-૧,તરંગ-૬|
DODOODRIDED:D:D:DOOOOOOOOOO