________________
છે સંસારની તૃષ્ણા (ઈચ્છા) રૂપ પીડા, (તૃષ્ણારૂપ દુઃખ) વિનાનો પરલોકમાં અનંત સુખની પ્રાપ્તિનો તેવી જ રીતે જોતાં આલોકના તુચ્છ સુખની લાલસા વગરના યતિ વિ. ભિક્ષામાં પ્રાપ્ત થયેલ અંતઃ પ્રાય (છેલ્લે બચેલું) રુક્ષ શુધ્ધ આહાર વિ. વડે જીવતા (જીવન ચલાવતા) સંયમને સારી રીતે પાળતા અથવા શ્રાવક વિ. કેટલાક દરિદ્રપણા વિ. ની આપત્તિ હોવા છતાં પણ ઘણો આરંભ ક્રૂરતા વિ. કર્મને નહિ કરતા શુધ્ધ જ વેપાર (વ્યવહા૨) વિ. વડે જે કાંઈ દ્રવ્ય મેળવવા વડે જેવો તેવો વિશેષતા વગરનો એટલે કે સૂકા આહાર વિ. ના ભોગ ઉપભોગ વડે જીવન જીવનારા, છ પ્રકારના આવશ્યક (પ્રતિક્રમણ) યથા શક્તિ તપ, દાન, પૌષધ વિ. વડે પોતાને પ્રાપ્ત નરભવ વિ. સફળ કરે છે. નંદીષેણનો પૂર્વભવ બ્રાહ્મણની જેમ સફળ કરે છે. સમ્યક્ત્વ કૌમુદિ નામના ગ્રંથમાં પ્રસિધ્ધ મુનિને શિલોંરછ (દાણા વિણવા) દ્વારા પ્રાપ્ત થયેલ સત્તુના પિંડના દાતા બ્રાહ્મણની જેમ આ ભવમાં ચાલુ વ્યવહારમાં તેવા પ્રકારની સામગ્રીના અભાવમાં પણ પંડિતજનો તેને જ આચરે છે. ઈતિ તત્ત્વ ઉપદેશ..... અને જેવીરીતે હાથીઓ શિશુપણામાં નામથી કલભરૂપે પ્રસિધ્ધ છે. રાજા વિ. થી પકડાયેલા મોટા હાથી થશે એવી આશાથી તેઓ વડે (રાજા વિ. થી) મિષ્ટ સુંદર આહાર વિ. થી નિરંતર સારી રીતે પોષાતા અને સર્વ ઉપદ્રવોથી પ્રયત્નપૂર્વક રક્ષણ કરાય છે. સોનાના, રત્નના અને મણિ વિ. ના. અલંકારો વડે શોભતા, સ્વભાવની સરળતાથી સકલ જનને આનંદ આપનારા, આરતિ ઉતારવી, રક્ષા પોટલી બાંધવી, આદિ વડે સત્કાર કરાતા રાજાના મહેલના આંગણ વિ. માં ઈચ્છા પ્રમાણે સુખને ભોગવે છે. અને મોટા હાથી થયેલા આજીવન સુધી તે રીતે રાજા વિ. ના મનને વિશ્રામ માટેની ભૂમિ જેવા છે તેવી રીતે મિષ્ટ આહારાદિ વડે પોષાતા રક્ષણ કરાતા પૂજા વિ. ના સુખને અનુભવે છે. એ પ્રમાણે મુખે અને પરિણામે સરસ જ ચારીને ચરે છે. તેવી રીતે કેટલાક ઉત્તમ મનુષ્યો ભાગ્યના અતિશયથી (પુણ્યોદયથી) બાલ્યવયમાં પણ સાધુ થયેલા શ્રી વજસ્વામિ, પાદલિપ્ત ગુરુ, શ્રી હેમચંદ્રાચાર્ય વિ. ની જેમ ભાગ્ય, વિદ્યા, અતિશય વિ. વાળા હોવાથી સકલ સંઘ અને દેવો વડે પણ સારી રીતે
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 41 મ.અ.અંશ-૧,તરંગ-૬