________________
એ પ્રમાણે કેટલાક મનુષ્યો ભિલ્લ, શિકારી, ચંડાલ, માછીમાર વિ. ચોર, ઈર્ષાળુ (ચાડીયા), ધાડપાડુ, લુંટફાટ કરનારા, દંભથી ગ્રહણ કરનારા વિ. છારિક દગડક વૈષ્ટિક વિ. શરૂઆતમાં (મૂખે) સર્વજનને ખેદ પમાડનારા, નિંદનીય, ગર્યાદિનું ઘર હોવાથી માત્ર ઉદરની પૂર્તિ માટે જ કરવાવાળા હોવાથી અને વિશેષ પ્રકારે લાંબાકાળની સુખ સંપત્તિને નહિ મેળવનારા હોવાથી વિરસ છે. અહીંયા (આલોકમાં) પણ કેટલાક રાજદંડ વિ. ના કારણભૂત બનવાથી વિરસ છે. અને પ્રાયઃ પરલોકમાં બધાને નરકાદિ દુર્ગતિનું કારણ હોવાથી પરિણામે વિરસ છે. આજીવિકાને માટે જ કરે છે માટે તેઓના આવા ચરિત્ર (આદત) ને ધિક્કાર છે. અને અનંત ભયંકર દુઃખમય સંસાર હોવાથી તેઓને કેવીરીતે ક્યાં અથવા ક્યાંથી વળી ધર્મની પ્રાપ્તિ થાય ? તેઓને યોગ્ય નરભવની પ્રાપ્તિ દુઃખે કરીને થતી હોવાથી અથવા તે પ્રાપ્ત થયે છતે થાય તો પણ) દુષ્કુલ, દરિદ્રતા, રોગ, અંગની ખોડખાંપણ અથવા અંગોનું હનીપણું બીજાના નોકરો વિ. થી તિરસ્કાર પામવા વડે પાપના થોકનું જ નિર્માણ થાય છે. તેથી વળી દુર્ગતિની જ પરંપરા જ પામતા હોવાથી ધર્મ પ્રાપ્તિ દુર્લભ છે.
યત - દુઃખો વડે અત્યંત પીડાતા પાપને વિસ્તાર છે. (ભેગા કરે છે ) અને પાપથી દુઃખોને ભોગવે છે. એ પ્રમાણે સંસારમાં અનંતકાલ સુધી ફરી વારંવાર તે દુઃખી અને વારંવાર પાપી બને છે.
એ પ્રમાણે તેઓ ખાડામાં રહેલા સુકરની જેમ તેવા પ્રકારના મુખે અને પરિણામે દુઃખકારક આજીવિકાને વિચારીને પંડિતોએ તેના પરિત્યાગ વડે ધર્મ પ્રવૃત્તિનો આશ્રય કરવા યોગ્ય છે ઈતિ ના
જેવી રીતે બકરીના બચ્ચા (લવારૂ) ને મુખે સરસ અને પરિણામે વિરસ અને તે પ્રમાણે વાછરડાઓ મુખે વિરસ અને પરિણામે સુંદર ચારા (ઘાસ) ને ખાય છે તે દૃષ્ટાંત વડે વિચારે છે. તે આ પ્રમાણે કોઈક ક્ષત્રીયના ઘરમાં એક વાછરડાવાળી ગાયને દોહે છે. અને ત્યાં એક બકરીનું બકરારૂપે બચ્યું હતું અને તે કેટલાક કાળ પછી ભવિષ્યમાં કોઈક ઉત્સવમાં આવવાની
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (38, Eમ.અ.અંશ-૧,તરંગ-૬..