________________
કરે છે. પરિગ્રહ તો વિમાન, વન, વાવડી, કીડા પર્વત, રાજધાની, નગર આદિ ઘણા પ્રકારે છે. એ પ્રમાણે દેવો પણ અવિરતિની પંક્તિમાં જ આવે છે. તથા ઈશ્વરે (શંકર) પહેલા ત્રણ નગર બાળી નાંખ્યા હતા. જાલંધર દૈત્ય વિ. કોડો સંખ્યા પ્રમાણ સૈનિકોનો વધ અને બ્રહ્માના મસ્તકના છેદન કરવા વડે ઘણી હિંસાને આચરી હતી. અને તે જગતના નાશનો (સંહારના) અધિકારી છે હિમાલય વડે અપાયેલી પાર્વતિના હાથને દબાવાથી ઉલ્લસિત થયેલ રોમાંચવિ. થી સમસ્ત વિશ્વ હલી ઉઠ્યું. (આકુલ, વ્યાકુલ, આશ્ચર્યવાળુ થયું) છે.
આહા ! હિમાચલના કિરણોનું શીતલપણું કેવું છે. એ પ્રમાણે સસ્મિત બોલતા શૈલના અંતઃપુરમાં રહેલા માતૃમંડલના ગણોવડે જોવાયેલા શિવ તમારું રક્ષણ કરો. ઈત્યાદિ અસત્ય સ્પષ્ટ છે.
(શકંર) તપસ્વી હોવા છતાં પણ પાર્વતિને વિષે પણ હું ભીલડીને ગ્રહણ કરુ છું. એવી બુધ્ધિ વડે ગ્રહણ કરી અને નહીં આપેલું ગ્રહણ કરવું. કૈલાસ જેનું મકાન છે. અને સ્ત્રી, પુત્ર પરિવાર આદિના સ્વીકાર કરવા વડે શંકરને પરિગ્રહ વિ. સ્પષ્ટ છે.
સમય, લજા વિ. ને નહિ જોનારો ત્રણ ભુવનમાં વ્યાપ્ત યુક્તાયુક્ત વિચાર વિનાનો કામ છે એમ તેના ભક્ત વડે પણ કહેવાય છે.
હંમેશા (સદાય) પાર્વતીના અર્ધાગને બંધાયેલા રહે છે. અને બે હજાર વર્ષ સુધી સતત (અવિશ્રાંત) કામભોગ ભોગવ્યા છે. કાર્તિકેય ઉત્પન્ન થવા છતાં તાપસીને વિષે કામની અભિલાષા રહી છે. અને નારી રૂપ એવા હરિને પણ કામની અભિલાષા વડે ભોગવેલ છે (અત્યંત ભોગની ઈચ્છાવડે ભોગવેલ છે) અને વળી તેવી રીતે હનુમાનની ઉત્પત્તિ ઈત્યાદિ કેટલું કહેવું? આથી તે પણ અવિરતપણાના વિચારમાં કીડા, ખાડામાં રહેલા ભંડ વિ. ની પંક્તિમાં આવે છે. એ પ્રમાણે હંમેશાં અસુરોના વધમાં ઉદ્યમી એવા હરિ (વિષ્ણુ) એ પણ મધુ, ધેનુક, ચારણ પૂતના, યમલ, અર્જુન, કાલ, નેમિ, હયગ્રીવ, શકટ, અરિષ્ટ, કેરભ, કંસ, કેશી, મુરા, સાલ્વ, મૈન્દ, દ્વિવિદ રાહુ, | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)] 3).અ.અંશ-૧,તરંગ-પી