________________
આદિના સૂર વિગેરે સાંભળવામાં લુબ્ધ બનેલા તેઓ પકડાય છે. અને હાથણીમાં લુબ્ધ હાથીઓ, ગંધમાં લુબ્ધ ભ્રમર, કીડા, સર્પ વિગેરે, માંસમાં લુબ્ધ સમુદ્રમાં આવેલા દુઃખ, સંતાપકારી સ્થલમાં વસનારા લમનુષ્ય, બકરાના માંસના ભક્ષણ માટે પાંજરામાં પડેલા વાઘ વગેરે, રૂપમાં લુબ્ધ પતંગિયા વિગેરે પણ મરે છે. અને દ્રવ્યાદિ નિધિ ઉપર સર્પો અધિષ્ઠાયક બનીને રહે છે. નિધિ ઉપર ખંજરીટા નાચ કરે છે. અને ગૌધેરક શિવાદિ શબ્દો બોલે છે. કીડી પણ કણોને સંગ્રહે છે. આ પ્રમાણે કામાદિ આશ્રવો સ્પષ્ટ જ છે. તેઓની હિંસાદિના કારણે ગતિ પણ આ પ્રમાણે થાય છે. ‘સ્થાવર બિ, તિ, ચરિન્દ્રિય નિશ્ચિત સંખ્યાતા આયુષ્યવાળા તિર્યંચ અને મનુષ્યમાં જાય છે. તથા (૧) અસંજ્ઞી (૨) સરકનારા જીવો વાંદરા, ઉંદર વિ. (૩) પક્ષી (૪) સિંહ (૫) સાપ (૬) સ્ત્રી ક્રમશ એકથી છઠ્ઠી નરક સુધી જાય છે. ઉત્કૃષ્ટથી મનુષ્ય અને માછલા સાતમી નરક સુધી જાય છે. એ પ્રમાણે એકેન્દ્રિય, બિ, તિ, ચઉં, અને સમૂરિષ્ઠમ ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય વિ. અનંત જીવો અવિરતિની પંક્તિમાં જ આવે છે. ૨મે છે. અને હવે કુંભાર, ઘાણી ચલાવનાર વિ. મનુષ્યો, ભિલ્લ, ચંડાલ વિ., સૈનિક, દારૂના પીઠાવાળા વિ. અધમો છે. તેવી રીતે જ ૧૮ શ્રેણી - પ્રશ્રેણી વિગેરેની જાતમાં ઉત્પન્ન થયેલ મધ્યમ છે. નૃપ અમાત્ય વિ. ઉત્તમ છે. આ બધા જિન ધર્મથી વિમુખ લોકો તેવી રીતે જ હિંસાદિ આશ્રવના પ્રવર્તક-પણાથી અવિરતની પંક્તિમાં જ છે. તેવી રીતે દેવો પણ હિંસાદિ આશ્રવ પ્રવર્તાવનારા જ છે. તે આ પ્રમાણે હિંસાને વિષે દ્વૈપાયન, દંડક દેવ વિગેરે નગર દેશને દાહાદિ પણ કરે છે. અસત્યને વિષે અનેક દેવો પણ ઠગે છે. તે આ પ્રમાણે કોઈ પોલી યક્ષની પ્રતિમાને વિષે, કોઈએ રત્ન વિ. સંતાડ્યા અને તેના લોભથી યક્ષે તેને લઈને શમી નામના ઝાડની કોટ૨ (બખોલ)માં ભાર લાગવાના કા૨ણે મેં મૂક્યા છે. એ પ્રમાણે ધનિક (મુકનાર) ને કહ્યું પછી એ કોટ૨માં નિકે હાથ નાંખતાં સર્પના ડંખ વડે તેને મારી નાંખ્યો. ઈત્યાદિ વાત ઘણા પ્રકારે સંભળાય છે.
અવન્તે :- નહીં આપેલામાં બીજાનું હોવા છતાં પણ નિધિ વિગેરે પર બેસે છે. (બેસીને રક્ષણ કરે છે) મૈથુન વિષયમાં બીજાની દેવીઓની ઈચ્છા ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 30 ||મ.અ.અંશ-૧,તરંગ-૫