________________
વધારે ઈન્દ્રિયો ન હોવા છતાં પણ ઝાડોને દશ સંજ્ઞાઓ વડે કર્મનો બંધ થાય છે. તે આ પ્રમાણે (૧) આહાર (૨) ભય (૩) પરિગ્રહ (૪) મૈથુન (૫) ક્રોધ (૬) માન (૭) માયા (૮) લોભ (૯) રાગ (૧૦) ઓઘ. આ દશ સંજ્ઞાઓ સર્વજીવોને હોય છે.
(૧) વૃક્ષને પાણીનો આહાર (૨) સંકોચનિકા (લજ્જામણી) ભયથી સંકોચાય છે. (૩) પોતાના તંતુવડે વલ્લી વૃક્ષને વીંટળાય છે. તે પરિગ્રહ સંજ્ઞા (૪) મૈથુનમાં સ્ત્રીના આલિંગને (સ્પર્શે) કરૂબક વૃક્ષ ફળે છે તે મૈથુન સંજ્ઞા (૫) કોકનદનો કંદ ક્રોધથી હંકારો કરે છે તે ક્રોધ સંજ્ઞા (૬) ક૨ઈ રૂવે છે તે માનસંજ્ઞા (૭) માયાએ કરી વેલ ફળોને ઢાંકે છે. તે માયાસંજ્ઞા (૮) બીલપલાસ લોભે કરી નિધિ ઉપર મૂળીયાં ઢાંકે છે. તે લોભસંજ્ઞા (૯) રાત્રીમાં કમળો સંકોચાય છે. તે રાગ સંજ્ઞા (૧૦) વેલડીઓ માર્ગમાં જાય છે તે ઓઘથી બોલાય છે એટલે કે વૃક્ષો પર વલ્લીઓ ચડે છે. તે ઓથ સંજ્ઞા જાણવી. આ પ્રમાણે વનસ્પતિને આશ્રયીને અવિરતિપણું વિચાર્યું. એ પ્રમાણે પૃથ્વી આદિની પણ વિચારણા કરવી. કારણ કે ખટાશ, ખારાશ વિ. રૂપ પૃથ્વી વિશેષ મધુરાદિ પૃથ્વીના જીવોને, જલ, વાયુ, અગ્નિ અને વનસ્પતિના જીવોને, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિયને અને મનુષ્ય, પશુને પણ હણે છે. મારી નાંખે છે. હડતાલ, સોમલ, ક્ષારાદિ વડે બે – ત્રણ ચાર ઈન્દ્રિયોવાળાનો અને તીર્થંચ અને મનુષ્યનો વધ સાક્ષાત્ દેખાય છે.
કુવામાં રહેલા પારાનુંતો ઘોડા પર બેઠેલી સ્ત્રીના મુખના દર્શનથી તેની પાછળ દોડવાથી તેનું કામેચ્છા પણ સ્પષ્ટ જ છે. બાકી પૂર્વની જેમ.
પાણી પણ ક્ષારાદિના વિશેષપણા વડે કરી મધુર જલ, પૃથ્વી, વનસ્પતિ આદિ જીવોને હણે છે. અગ્નિના જીવોનું હણવું પ્રત્યક્ષ છે. જલ વડે સંપૂર્ણ અગ્નિનું બુઝવાપણાથી હિંસા પ્રત્યક્ષ છે. અને નદીપુર, મહાસરોવ૨ સમુદ્રાદિમાં ભીંજાવવા વડે અને બુડવા વડે સર્વ સ્થાવર ત્રસ જીવોનું અને મનુષ્ય, પશુ વિ. નો પણ વધ થતો દેખાય છે. અને અગ્નિ ગ૨મ કરવા થકી સૂકવી દેવા આદિ વડે જલ જીવોને હણે છે. ખાદિર (ખેર) નો અગ્નિ ઘાસ વિ. ના
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 28 મ.અ.અંશ-૧,તરંગ-૫