________________
હોવાથી અદત્તજ ગ્રહણ કરે છે. અથવા બીજાને અદત્તનું કારણ બને છે. પૂર્વની જેમ મનુષ્ય વડે સ્વાદવાળું ઉત્તમ પત્ર પુષ્પ ફલ વિ. નહિ આપેલું હોવા છતાં ગ્રહણ કરવાથી અદત્ત લાગે છે. કુલકરે ભાગ કરીને આપેલા કલ્પ વૃક્ષોનું યુગલિકોનું પણ એક બીજાના યુગલિકના કલ્પતરૂની પાસે માંગણી કરવાના કારણે થતાં કલહ ને શાંત કરવા માટે હકારાદિની ઉત્પત્તિ વિ. શ્રવણથી સંભળાય છે. કોઠારા નામના સુથારે બનાવેલ કાષ્ટના પોપટ કબૂતર આદિ વડે રાજાના કોઠાગારમાં નહિ આપેલા શાલી (ચોખા) વિ. નું ગ્રહણ સંભળાય છે. અથવા કાષ્ટમય પોપટ કબૂતર વિ. જીવો વિ. નું નહિ આપેલુ લેવાનું પાપ લાગે છે. પહેલા કહેલ (ધનુષ્ય અને વાંસ) ધનુષ્ય વંશાદિની જેમ ગ્રહણ કરવા વડે નહિ આપેલું લેવાની પ્રવૃત્તિ અદત્ત છે.
ઔષધિઓ વડે નહિ આપેલાનું આકર્ષણ વિ. પણ થાય છે. ઈત્યાદિ અદત્તનાં પ્રકારો છે. ll
એ પ્રમાણે મૈથુનનું પાપ પણ વિરતિના પરિણામ ન હોવાથી લાગે છે. તેવા પ્રકારના પુષ્પના બગીચા વિગેરેનું બીજ પ્રત્યે રાગાદિનું જનક હોવાથી પાન, પુષ્પ, ફલ વિ. થી ઉત્પન્ન થયેલ ઔષધ, ચૂર્ણ, ગુટિકા, સર્પની ફેણ વિ. ના ભક્ષણથી, રાગના ઉત્કર્ષથી મૈથુનની પ્રવૃત્તિનું જનક હોવાથી, ઘાતકી પુષ્પ વિ. મધ વિ. ના અંગોનું પણ કામની પ્રવૃત્તિનું કારણ હોવાથી વિચારવુંજાણવું. તથા કેટલાક ઝાડોની કામ સંજ્ઞા પ્રત્યક્ષ દેખાય છે. કહ્યું છે કે સ્ત્રીના પદના ઘાતથી હણાયેલું (સ્પર્શિત) અશોકવૃક્ષ વિકાસ પામે છે. ખીલે છે. સ્ત્રીના મોઢાના - દારૂના કોગળાથી સિંચાયેલું બકુલ વૃક્ષ શોકને તજી દે છે. સ્ત્રીના આલિંગન થી કુરૂબક વિકાસ પામે છે. સ્ત્રીના જોવા માત્રથી તિલક નામનું વૃક્ષ ખીલતું શોભે છે. !
વિરતિના પરિણામ ન હોવાથી પરિગ્રહ પણ તેઓને છે. બીજાને મૂચ્છ વિ. નું કારણ હોવાથી વિચારી લેવું. સાક્ષાત્ પ્રત્યક્ષ પણ દેખાય છે. કેટલાક વૃક્ષો મૂર્છાથી ધન (નિધિ) ને મુળીયા વડે વીંટળાઈને રહે છે. અને એરંડા વિ. ના ઝાડો નિધિ ઉપર મૂળીયાં ઢાંકે છે. ઈત્યાદિ પરિગ્રહનું પાપ સ્પષ્ટ છે એ પ્રમાણે કષાયાદિ પાપ પણ તેઓને લાગે છે. સ્પર્શેન્દ્રિયથી
ક
: wwwwwwww v. 1
[ ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)
27.
મ.અ.અંશ-૧,તરંગ-પ
E
s sehensis
કકકકકકકક:
::
:
:
Encapsuonggian nhanh