________________
જ્યાં પાંચ ક્રોડથી અધિક રોગો છે. અને સાત પ્રકારે આયુષ્યનો ઉપક્રમ છે. સાતભય નિત્ય છે. નરભવમાં ધર્મ જ સારરૂપ છે.
વિશેષાર્થ:- નરભવનો નરદેહ એ પ્રમાણે અર્થ છે.
એટલે કે નરદેહમાં પાંચ ક્રોડથી અધિક લાખ્ખો રોગોનો જ્યાં સંભવ છે. તે કહે છે પાંચ ક્રોડ અડસઠ લાખ નવ્વાણું હજાર પાંચસોને ચોર્યાશી (૫૬૮૯૯પ૮૪) રોગો થાય છે. આ અપ્રતિષ્ઠાન નરકાવાસે નિત્ય અને બીજે પણ યથા યોગ્ય સંભવે છે. તેથી જે નરભવમાં આટલા રોગના ક્ષય માટે તે ધર્મજ સારભૂત છે. એ પ્રમાણે તે સર્વ શક્તિથી આદરણીય છે. પરંતુ કામ વિ. નહિ, ઉછું તે દેહના ક્ષયનું કારણ હોવાથી અને દુર્ગતિના દુ:ખનું કારણ હોવાથી પ્રાયઃ સર્વગતિમાં સુલભ (કામ) હોવાથી કામ આદરણીય નથી. આ તેનો ભાવાર્થ છે.
તથા જ્યાં સાત પ્રકારે આયુષ્યનો ઉપક્રમ (આઘાત) થાય છે. તે આ પ્રમાણે :- (૧) અધ્યવસાય (૨) નિમિત્ત (૩) આહાર (૪) વેદના (૫) પરાઘાત (૬) સ્પર્શ કરતાં (૭) શ્વાસોશ્વાસ આ સાત પ્રકારે આયુષ્ય પૂર્ણ થાય છે. (ક્ષય કરે છે) આનો લેશથી અર્થ કરે છે.
અધ્યવસાય :- ત્રણ પ્રકારે છે તે રાગ, ભય અને સ્નેહ ભેદે કરી જાણવા. રાગનો અધ્યવસાય મૃત્યુનું કારણ બને છે તે આ રીતે કોઈક એક ગામમાં ચોરોએ ગાયોનું અપહરણ કર્યું અને તે ગાયોને રક્ષણ માટે વાંસ બાંધેલાઓએ પાછી મેળવી (વાળી) તેમાં એક અતિ સ્વરૂપવાન પુરૂષ હતો. તૃષાથી દુઃખી થયેલો તે કોઈક ગામમાં કોઈના ઘરમાં ગયો ત્યાં કોઈ તરૂણી પાણી લાવીને તેને પાતી હતી ત્યારે તેણે તેણીને ના પાડવા છતાં અટકી નહિ ત્યારે તે પુરૂષ (તરૂણ) ઉઠીને ચાલી ગયો તેણી પણ તેને જોતી વધારાનું પાણી ઢોળી દેતી ત્યાંજ ઉભી રહી તે તરૂણ દેખાતો બંધ થતાં ત્યાંજ રાગના અધ્યવસાયના કારણે મૃત્યુને પામી ઈતિ રાગ અધ્યવસાય //.
ભય:- ભયના અધ્યવસાયથી વાસુદેવને જોઈને ગજસુકુમારને ઉપસર્ગ કરનાર સોમિલ બ્રાહ્મણ હૃદયના આઘાતથી મૃત્યુ ને પામ્યો હતો ઈતિ ભય અધ્યવસાય llll | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (19).અ.અંશ-૧,તરંગ-૪||
પપ
પપપ
,
, , , , , ,
l
ess
:::::::::
:::::::::
::::::
:::::::
:
సంబందించింది
.