________________
સ્નેહઃ- કોઈક વેપારીને તરૂણ સ્ત્રી હતી પરસ્પર બન્નેને ગાઢ સ્નેહ હતો અને વેપારને માટે દેશાન્તરે જઈને પાછો ફર્યો ત્યારે સ્નેહની પરિક્ષા માટે મિત્રોએ તેને ઘેર આવતાં પહેલા જ તેના ઘરે આવીને તેની સ્ત્રીને કહ્યું કે તારો પતિ મૃત્યુ પામ્યો છે. એ પ્રમાણેનું તે સાંભળીને તેણી મૃત્યુ પામી અને તે પણ સાંભળીને મૃત્યુ પામ્યો કહ્યું છે કે રાગ અને સ્નેહમાં શું વિશેષ છે? તે કહે છે. રૂપ વિ. માં આકર્ષક પ્રીતિ વિશેષ તે રાગ અને સામાન્યપણે પત્નિ પરિવાર ને વિષે પ્રીતિ તે સ્નેહ ઈતિ II
નિમિત્ત :- દંડવિ... તે કહે છે. દંડ, ચાબુક, શસ્ત્ર, રસ્સી, અગ્નિ, પાણીમાં પડવું, ડુબવું, વિષ, સાપ, ઠંડી, ગરમી, અરતિ (બેચેની) ભય, ભૂખ, તરસ, વ્યાધિ, મૂત્ર, અંડિલ રોકવું, જીર્ણ, અજીર્ષે ઘણું ભોજન, ઘર્ષણ, કચડાવું, પીસાવું, અથડાવું, પીલાવું આ આયુષ્યને માટે ઉપક્રમ છે..... આઘાત છે. આ પ્રમાણે નિમિત્તથી થતા દુઃખોની વ્યાખ્યા થઈ.
આહારાદિ :- ઘણો અથવા સર્વથા તેનો અભાવ, નેત્રાદિની વેદના, વિજળી આદિથી પરાઘાત, ચામડીનો સ્પર્શ અથવા સર્પ વિ. ના વિષ વિ. જેવી રીતે બ્રહ્મદત્ત મૃત્યુ પામતા તેના પુત્રે સ્ત્રીરત્નને કહ્યું કે મારી સાથે ભોગોને ભોગવ ત્યારે તેણીએ કહ્યું કે મારા સ્પર્શને તું સહન નહિ કરી શકે તેને તેમાં વિશ્વાસ ન થયો એટલે તે સ્ત્રીરને ઘોડાની પીઠ ઉપર કમર સુધી સ્પર્શ કર્યો તેટલામાં સર્વ શુક્ર (વીર્ય) ના નાશ થવાથી તે મૃત્યુ પામ્યો એ પ્રમાણે લોહ પુરૂષ પણ વિલિન થયો ઓગળી ગયો.
શ્વાસોશ્વાસને રોકવો તે સ્પષ્ટ છે. આ સાત આયુષ્યના ઉપક્રમો સોપક્રમી આયુષ્યવાળાને હોય છે.
૬૩ શલાકા પુરૂષો (ઉત્તમ પુરૂષો), ચરમ શરીરી અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્ય અને તિર્યંચ, દેવ અને નારક નિરૂપક્રમ આયુષ્યવાળા હોય છે. તેઓને ઉપક્રમ લાગતો નથી.
જે મનુષ્ય ભવમાં આ પ્રમાણે હંમેશા આયુષ્યક્ષયનાં સાત કારણો છે.
.
.: **
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 20) સ.અ.અંશ-૧,તરંગ-)