________________
કીડા વિ. ની પંક્તિમાં આવેલા તેઓને જાણવા કિટ ત્રીન્દ્રિય પ્રસિધ્ધ છે. તે ગ્રહણ કરવાથી “મધ્ય ગ્રહણ કરવાથી આદિ અને અન્તનું ગ્રહણ” એ ન્યાયથી એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય મનુષ્ય અને નારકીઓ ગ્રહણ કરવા. અવિરતિના બાર ભેદના પરિત્યાગથી જિનોની દેશથી અથવા સર્વથીવિરતિ, વીતરાગીઓની, અવધિજ્ઞાનાદિ જિન વિગેરે કેવલી જિનાદિની અને આદિ શબ્દ થી મોટા ઋષિ મુનિ), મહાશ્રાવક વિ. ની પંક્તિ વિરતિપણું સામાન્યથી પામે છે. તેઓ ધન્ય છે. નિશ્ચિત મુક્તિગામી હોવાથી અને નજીકમાં સિધ્ધપણું હોવાથી તે પ્રશંસનીય છે.
હવે તેની વિચારણા કરે છે.
અવિરતિ “મન, ઈન્દ્રિય અને ષટુ (છ)કાયના જીવોનો વધ એ પ્રમાણેના વચનથી” મનનો, પાંચે ઈન્દ્રિઓનો અનિયમ એટલે કે નિયંત્રણ નહિ અને છકાય જીવોનો વધ ઈતિ બાર પ્રકારની અવિરતિ છે. આ સંસારમાં જીવોની ચાર પંક્તિઓ છે.
જીવો ચાર પ્રકારના છે - (૧) અવિરતિઓની (૨) મિથ્યાત્વથી રહિત સમકિતધારીઓની ઈતિ અર્થ (૩) દેશવીરતિઓની અને (૪) સર્વ વિરતિઓની પાંચમીતો વીતરાગની પંક્તિરૂપ ફલને પામેલા સંસારથી અલિપ્ત બનેલા જીવોની.
આ ચારે ક્રમથી (૧) બહુ (૨) સ્વલ્પ (૩) સ્વલ્પતર અને (૪) સ્વલ્પતમ જીવવાળી પંક્તિ છે.
તેમાં પ્રથમ અવિરતિઓની પંક્તિનું મહત્ત્વ (વાત) આ પ્રમાણે છે. એકેન્દ્રિય વનસ્પતિ વિ. એકજ સ્પર્શેન્દ્રિયનો સદ્ભાવ હોવાથી અને તેથી બાકી રહેલી ઈન્દ્રિયોની સંજ્ઞાઓવાળા છકાયની જીવની વિરાધનાથી નહિ એટકેલા અવિરતિની પંક્તિમાં આવે છે. તેમાં સૂક્ષ્મ કે બાદરમાં અવિરતિજ ઉત્પન્ન થાય છે.
- અવિરતીના પરિણામનો નાશ સંજ્ઞી પંચન્દ્રિયોને જ હોય છે. અને
: ૨૦ , ૧ ૧ ૩. વ.
નવ મ ક
ક
ક ક કા કા કા
કકક કકક
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (23)
મ..અંશ-૧,તરંગ-પ
t".
: : : :
:::::