________________
વિરતીનો સ્વીકાર પણ કરે છે. (થાય છે, અને તેથી કરીને બધાજ એકેન્દ્રિયો પાંચ પ્રકારના પ્રમાદથી વિરત નહિ થયેલા હોવાથી તે કારણથી ઉત્પન્ન થયેલા કર્મબંધનને પામે છે. વિરતિવાળા બનતા નથી, કહેવાતા નથી.
જેવીરીતે સૂતેલા, પ્રમાદી, મૂચ્છ પામેલા વિ. વિરતિના પરિણામ (ભાવના) વગરના હોવાથી અને શક્તિ ચેતનાદિના અભાવથી હિંસાદિ ન કરતા હોવા છતાં પણ તેઓ વિરતિવાળા કહેવાતા નથી. મૂંગા વિ. અસત્ય બોલતા ન હોવાથી પણ સત્યવાદિ અને અપંગ પંગુ વિ. નહિ આપેલું નહિ લેતો હોવા છતાં પણ અદત્તનો ત્યાગી બનતો નથી. કુદરતી કે અકુદરતી નપુંસક પશુકે મનુષ્ય મૈથુન ન સેવતા હોવા છતાં બ્રહ્મચારી કહેવાતા નથી પશુ કે ભીખારી વિ. વિશેષ પરિગ્રહ ન હોવા છતાં પણ ગંધ મલંકારે” એ પ્રમાણેના વચનથી ફલને પામતો નથી એ પ્રમાણે સમ્યગુદર્શનના પરિણામ ન હોવાથી એકેન્દ્રિયો પણ અવિરતિવાળા જ છે. એકેન્દ્રિયમાં સાસ્વાદન ગુણઠાણું નથી એ પ્રમાણેના આગમના અભિપ્રાયથી સાસ્વાદન બીજા ગુણઠાણાનો અભાવ હોવાથી મિથ્યાત્વીજ છે –.
એ પ્રમાણે બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય, સમુઈિમ પંચેન્દ્રિય વિ. માં પણ અવિરતપણું છે. તેમાં સાસ્વાદન ગુણઠાણાની પ્રાપ્તિમાં માત્ર છ આવલિકા સુધીનો જ કાલ હોવાથી મિથ્યાત્વ જાણવું.
હવે એકેન્દ્રિયમાં કંઈક વિશેષ પ્રકારે હિંસા વિ. આશ્રવો બતાવે છે. (દેખાય છે.)
તે આ પ્રમાણે વૃક્ષ વિ. પોતપોતાના અનુરૂપ એવા આહારરૂપ પાણી, નીલ, ફૂલ વિ. સચિત્ત ગ્રહણ કરે છે. આથી તેઓને પાણી વાયુની વિરાધના સ્પષ્ટ છે. “જ્યાં પાણી ત્યાં વનસ્પતિ છે.” જ્યાં વનસ્પતિ છે. ત્યાં નિશ્ચિત અગ્નિ છે. અગ્નિકાય વાયુને આધારે છે. (સહચારી છે.) અને ત્રસકાય તો પ્રત્યક્ષ છે. આ પ્રમાણેના વચનથી વનસ્પતિ આદિને પણ આહાર ગ્રહણ કરવા માત્રથી સૂક્ષ્મરીતે પણ વિરાધના છે. બાદર રીતે તો કેટલાક બોર વિ. ના ઝાડો કેળ વિ. ના વૃક્ષોને વિંધે છે. દુઃખ આપે છે. મરૂ દેવાદિના પૂર્વભવના ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) મ.અ.અંશ-૧,તરંગ-૫
* *
*
*
* * *
*
* *
* * * *
* *
* * * * *
* *
****
*********************
******
***
*::::
::::::::::::* * * * * * * * * * * * ::