Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
૧૦
શ્રી ઋષભનાથ ચરિત્ર
કપતું નથી, વળી હે સાર્થવાહ! શ્રી જિનેશ્વરના શાસનમાં વાવ-કૂવા–તળાવ અને નદી આદિમાં રહેલું શસ્ત્રથી હણાયા વગરનું પાણી પણ નિષેધ્યું છે. અમે માધુકરી વૃત્તિથી આહારને ગવેષનારા છીએ, તેથી એનાથી સર્યું. કહ્યું છે કે— "महुगारसमा बुद्धा, जे भवंति अणिस्सिआ । નાજુલિયા વંતા, તે યુવતિ સાદુળો” || ૨
“મધુકર સમાન, બુદ્ધ, નિશ્રા વગરના, જુદા જુદા પિંડમાં રત, અને દાંત હોય છે, તેથી તે સાધુ કહેવાય છે.”૧.
• એ વખતે કઈક માણસે સાર્થવાહની આગળ પાકી કેરીઓથી ભરેલો એક થાળ મૂક્યો. તેથી હષથી પુલકિત મનવાળો સાર્થવાહ મુનીશ્વરને કહે છે કે-“હે ભગવંત! આ ફળે ગ્રહણ કરે અને મારા ઉપર અનુગ્રહ કરે.”
આચાર્ય કહે છે કે “શસ્ત્રથી ઉપહત ન થયેલ હોય એવા આવા પ્રકારના ફળ વગેરે અમને સ્પર્શવા પણ ન કપે, તો ખાવા કેવી રીતે કપે ?'
સાધુઓના આચારના ગુણથી રંજિત થયેલ ધન કહે છે કે–“અહો ! શ્રમણપણાનું પાલન દુષ્કર છે. અમારી જેવા પ્રમાદગ્રસ્ત છ વડે એક દિવસ પણ પાળવું અશક્ય છે. આથી પૂજ્યશ્રીને જે કલ્પી શકે એવું હશે તે આપીશ. મારા ઉપર પ્રસન્ન થાઓ. આપને અનુકૂળ હોય તે રીતે મારી સાથે આવો.” એમ કહીને મુનીશ્વરને