Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
પ્રાણીઓના સમૂહથી સહગામી બાંધવની પેઠે દુર્બલ અને મંદ એવા સર્વેનું પાલન કરશે.”
તે પછી શુભ મુહૂર્ત સધવા સ્ત્રીઓએ કર્યું છે મંગળ જેને એવો રથમાં બેસીને નગરની બહાર પ્રસ્થાન કર્યું. તે વખતે પ્રસ્થાન સમયના ભેરીનો શબ્દ સાંભળવાથી વસંતપુર નગર તરફ જનારા સર્વે લોકો ત્યાં આવ્યા.
- શ્રી ધર્મઘોષસૂરિનું આગમન
એ વખતે આચાર્ય સંબંધી ગુણગણુથી અલંકૃત શ્રી ધર્મઘોષ નામે સૂરિપુંગવ સાધુચર્યાવડે વિહાર કરતા, ધર્મોપદેશ આપવા વડે પૃથ્વીને પવિત્ર કરતા સાર્થવાહની પાસે આવ્યા. ધન સાર્થવાહ પણ તપના તેજથી સૂર્યના જેવા દીપતા તે આચાર્યવરને જોઈને સંભ્રમ સહિત ઊઠીને બે હાથ જોડી, ચરણકમળને વંદન કરીને તેમને આવવાનું કારણ પૂછયું. સૂરિવરે કહ્યું કે “અમે તમારી સાથે વસંતપુર નગરે આવીશું.”
તે સાંભળીને સાર્થવાહ કહે છે કે “હે ભગવંત! સામે જઈને વંદન કરવા લાયક એવા તમે છે, આથી અવશ્ય મારા સાથેની સાથે આવશે.” એમ કહીને પિતાના રસોઈયાને કહે છે કે-“આ આચાર્યવર્ય માટે અશન-પાન આદિ તમારે હંમેશાં કરવું. આ પ્રમાણે સાંભળીને આચાર્ય કહે છે કે–“અમને મુનિઓને પોતાના નિમિત્તે કરેલું, કરાવેલું, કે અનુમતિ આપેલ અન્ન આદિ