________________
રાત્મા નિરાશ થાય, તે ફરી એકવાર આપણે મળશું, અને અન્ય ઉપાય વિચારીશું.
છતાં, તેથી પણ તમને નિરાશા થાય, તમારે અન્તરાત્મા અસંતોષી રહે, તમને માર્ગ હાથ ન લાગે, તો તમે તમારે ફાવતે રાતે જજે. માત્ર તમારી ખાતર અમે અમારું કર્તવ્ય બજાવી છૂટયા, એટલે જ અમારા તરફને સંતોષ માનજે.
આ પ્રસંગે અમે ખાત્રીપૂર્વક કહીએ છીએ કે કોઈપણ જાતની છેતરવાની બુદ્ધિથી, કોઈપણ જાતની લાલચથી, કોઈ પણ જાતના માન-સન્માન કે આગ્રહ બુદ્ધિથી, –નહીં, પરંતુ કેવળ શુદ્ધ માર્ગ બતાવવાની જ શુદ્ધ બુદ્ધિથી, અમને જે સમજાયું છે, તે પ્રમાણે–અને જે માર્ગે અનેક મહાનુભાવ પુરુષ પ્રમાણિત કરીને ચાલ્યા છે, તેવા એકાંત હિતકર અને કલ્યાણ સાધક રાજમાર્ગની જ માત્ર સાચી દિશા બતાવવાને અમારો ઇરાદો છે, અને તેટલી જ શક્તિ છે.
અને સાથે સાથે અમે એમ પણ ઇચ્છીએ છીએ કે અમારા એ સાચા કર્તવ્ય માર્ગથી લેશમાત્ર પણ અમે ચલિત ન થઈએ, તમને કલ્યાણમાર્ગની જેમ બને તેમ વહેલી તકે પ્રતીતિ અને પ્રાપ્તિ થાય, તમે તેને વધારેમાં વધારે સારો લાભ ઉઠો, તમારા માર્ગમાંથી વ્યાહ અને બુદ્ધિભેદના અનિષ્ટ ખડકે નાશ પામે, તમારી સામે સત્યને ઝળહળતો સૂર્યપ્રકાશ ઝળકી ઉઠો –
એજ આશા. અસ્તુ!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org