________________
તેથી આગળ વધીને, માણસજાત બીજા પ્રાણીઓ કરતાં વધારે સરકારી છે, એટલે વધારે સંસ્કારી થવા નૈતિક જીવન જીવે છે. તેમાં પણ તેને પૈસાને ખર્ચ કરવો પડે છે. પરંતુ રોજની જરૂરીઆ કરતાં વિરલ પ્રસંગે જ. તે ઉપરાંત, જેમ જેમ નીતિમાં આગળ વધતું જાય છે, તેમ તેમ તેની સુરુચિ વધારે જાગતી જાય છે, તેમ તેમ કળા અને સભ્ય ભાજશેખમાં પણ કેઈ કોઈ વાર દેરાય છે, ને તેમાં પણ પૈસા ખર્ચે છે. આમ મુખ્ય જરૂરયાત માટેજ મેળવવા પડેલા પૈસાને બીજા ઘણું ઉપયોગમાં લેવા સંગ્રહ રાખવો પડે છે. સંગ્રહ પણ ખાસ કિંમતીમાં કિંમતી ચીજોને કરે છે. પૈસા ટકા, માલ-મિલ્કત, સ્થાવર મિલ્કત, દૂર-દાગીના, અને છેવટે ઝવેરાતને સંગ્રહ કરે છે. દરેકને બરાબર સાચવી રાખે છે. મુશ્કેલી અને જરૂરતને પ્રસંગે પૈસાથી ચાલે તે રૂપિયે ઘરમાંથી ન કાઢે. રૂપિયાથી ચાલે તે સેનું ન કાઢે, એ રીતે ઝવેરાત તે ત્યારેજ કાઢે, કે જ્યારે બીજો કેઈ ઉપાય ન હોય, ત્યાંસુધી તેને સંગ્રહી રાખે છે.
પ્રશ્ન થશે કે-માણસજાત ખાઈને બેસી રહેતી હોય તે શું ખોટું? નૈતિક જીવન અને કળાને લાભ લેવા જતાં આટલી બધી ઉપાધિ વહેરવી પડી છે? ' અરે ભાઈકુદરતજ એ જાતની છે. તેમાં કોઈને કોઈ પણ ચાલી શકે તેમ નથી. માનવ પિતાનું માનસ મેળવે છે તે કુદરત પાસેથી જ ને ? તે પણ દરેકનું સરખું નથી હતું. કોઈના માનસનું બંધારણ કેવું અને કેઈનું કેવું હોય છે. તેથી તેની હર તરેહની મનોવૃત્તિને અવકાશ આપવો પડે છે, અથવા તે પિતાની મેળે જ પોતાનું ઈષ્ટ શેધી લે છે. એટલે પૃથ્વીને ગમે તેટલી રીતે નિર્ધન કરી નાંખી હેય, તે પણ તે પાછી એમને એમજ એક નહીં તો બીજા સ્વરૂપમાં તૈયાર થઈ જાય છે. નીતિશાસ્ત્રીએ કે વ્યવહારશાસ્ત્રોએ એ ઘટના કરી નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org