________________
સાધ્ય વસ્તુ છે. પ્રયત્ન એટલે સ્વાભાવિક ક્રમે પ્રાપ્ત થયેલા આધ્યાત્મિક જીવનના સાધકસંજોગે મળવા તેને વળગી રહેવું, બાધ કરનારા સંજોગ દૂર હઠાવવા, અને વચ્ચે વિન કરવા ન આવે એવી - સાવચેતી રાખતા જવી, તથા મહાવિકાસ તરફ જવાને સદા જાત્ રહ્યા કરવું. આ વિષે વિકાસ વિચારણાના ૧૧ મા પ્રકરણમાં સમજાવ્યું છે.
ધર્મો એટલે ધર્મસંસ્થાઓનું એજ મુખ્ય કર્તવ્ય છે કે પ્રાણીએને આધ્યાત્મિક જીવન જીવવાની સગવડ પુરી પાડવી. અને એટલાજ માટે જગતમાં ધર્મોની જરૂર છે. - જેના વિના કોઈ પણ માનવકે પ્રાણીઓને ઓછેવત્તે અંશે ચાલી શકે તેમ નથી. કોઈને કોઈ વખતે આધ્યાત્મિક જીવનની કટિ પર આવવું જ પડ્યું હશે, આવવું પડ્યું છે, અને આવવું પડશે. કારણકેવિકાસ વિના ચાલે તેમ નથી, વિકાસ કર્તવ્ય છે, વિકાસ સ્વાભાવિક સ્થિતિ છે, અનિવાર્ય છે, તે જ ધર્મ છે, ધર્મ એ સ્વાભાવિક જ છે. તેને નિષેધ કરનારા પણ એક રીતે નહીં તો બીજી રીતે તેને કબૂલેજ છે. વિચારકેના એ વિષે બે મત સંભવિતજ નથી.
૩ ધ મેં ની એ ક તા. વિકાસ તત્ત્વને સ્વીકાર કરીએ છીએ. જગતમાં ચાલતે તેને પ્રવાહ, તેની ખાસ જરૂર, અને વિકાસ એટલે ધર્મ એ બધું સ્વીકારીએ છીએ, તેમાં અમારે બે મત નથી.
વિકાસ, તે આધ્યાત્મિક જીવન, અને તેજ મુખ્ય ધર્મ તે સામે પણ અમારે વાંધો નથી, પરંતુ જગતમાં અનેક ધર્મ, તેની સંખ્યાબંધ અનેક શાખા-પ્રશાખાઓ જોઈ આશ્ચર્ય થાય છે કે–“અરે ! દુનિયામાં આટલા બધા ધર્મો શા?”
૭પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org