________________
તે હોવાને લીધે શાસનની બાહ્ય ઘટનાઓનાં ચોક્કસ ભેદો હતા, અને હૈવાજ જોઈએ.
પ્રથમ તીર્થંકરના વખતમાં જનસમાજ ઘણુંજ કુદરતની નજીક હોવાથી સરળ, ટુંકામાં ઘણું સત્ય જલ્દી સમજી જનાર, અને અમલ કરવામાં વધારે મક્કમ હતા. ત્યારે છેલ્લા તીર્થકરના સમયમાં મુશ્કેલીથી સત્ય સમજી શકે, સમજ્યા પછી પણ ઘણું જ થોડું આદર, તેમાં પણ શિથિલતેમાંથી છટકવાનો પ્રયત્ન કરે, કારણ કે કુદરતી જીવનથી તેઓ ઘણે છે. ગયેલા પુરવાર થયા છે.
આથી પ્રથમની તંત્ર રચના-શાસન રચના સાદી અને છેલ્લાની ઘણીજ સચોટ છે. પ્રથમમાં અવાંતર વિવેચન ટુંકે, ત્યારે છેલ્લામાં અવાંતર વિવેચન વધારે વિરતારથી કરવું પડે. તે પણ પ્રથમ તીર્થંકરને જનસમાજને પહેલ વહેલ દોરવવાને હેવાથી દરેકે દરેક મૂળ બાબતેનું વિવેચન સાંગોપાંગ સ્પષ્ટ વિસ્તારથી કરવું પડે છે. ત્યારે દેરવાઈ ગયેલા જનસમાજ માટે બાવીશ તીર્થંકરોને વધારે વિવેચનમાં ઉતરવું પડતું નથી. પરંતુ છેલ્લા તીર્થંકર પ્રભુને જનસમાજને ધર્મ માર્ગમાં ટકાવી રાખવા વધારે વિગતેમાં ઉતરવું પડે છે. કારણ કે ધર્મ માર્ગમાંથી જનસમાજને ખસેડી દેવાના ઘણાં સંજોગો ઉભા થઈ ચુકેલા હોય છે, અને જનસમાજનું માનસ પણ-એવું જ હોય છે. તેથી ચાર મહાવ્રતને બદલે પૃથક્કરણ કરીને તેમાંથી જ પાંચ મહાવ્રત બતાવવા પડ્યા છે. પ્રતિક્રમણ કલ્પપર્યુષણા કલ્પ, આગેલક ક૯૫ વિગેરે માટે ફરજીયાત વ્યવસ્થા કરવી પડી છે. એ વિગેરે ફેરફારના પુરાવા છે. “સવં સાવજે જેગ પચ્ચકખામિએ પદ દરેકના શાસનમાં સમાન છતાં પહેલા અને છેલ્લા પ્રભુ તેના પાંચ પ્રકાર સમજાવે ત્યારે વચ્ચેના તેના ચાર જ પ્રકાર પાડે. આમ આચારને ફેરફાર છતાં મૂળ તોમાં કોઈપણ જાતને ફરક નથી હોત.
૧૮૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org