________________
એ મહાન ગુરુઓએ, તે મહાન તીર્થકરને નજરો નજર જોયેલા, તેમના વચનામૃતનું સીધે સીધું પાન કરેલું, તેમના અંગત પરિચયમાં લાંબે વખત આવેલા, તેમના અગાધ સામર્થની અનેક વાર અનેક રીતે ખાત્રી કરેલી, અને જેટલું બની શકે તેટલે એ પ્રકાશન સંચય પણ તેઓએ કરેલે. અને તે બધું, [ ચરિત્ર, ઉપદેશ, અનુભવ, ચારિત્ર પાલનના અનુ ભૂત પ્રયોગો વિગેરે ઉત્તરોત્તર ટકાવી રાખવા માટે, જગતમાં તે તે જમાનાની અસાધારણ વ્યક્તિરૂપ પિતાના વારસદારોને જેમ બને તેમ અખંડ રીતે સેપ્યું, તે વારસદાએ પણ જેમ બને તેમ તેને જાળવી રાખવાને પિતાની ફરજ બજાવી છે, અને તેથી ઉત્તરોત્તર ઘણી રીતે અખંડ, એ વારસો આજ સુધી ઉતરી આવે છે.
તે કેવી રીતે ઉતરી આવ્યો છે તેમાં કઈ કઈ મુશ્કેલીઓ પડી ? કેવા કેવા કાળના પડછાયા પડયા ? કેવા કેવા અનુકૂળ-પ્રતિકૂળ સંજોગો ઉપસ્થિત થયા ? તેમાં કોણે કેવી રીતે અસાધારણ પુરુષાર્થ દાખવ્યું? કેટલો ભાગ નાશ પામ્યો ? કેમ નાશ પામ્યો ? કેમ નાશ પામવા દે પડે ? કુદરતી કેવા કેવા સંજોગોની મુશ્કેલીઓ આવી પડી ? હાલ કેવા સાધક-બાધક સંજોગો છે? વિગેરે પ્રશ્નોને લગતે એ મહામાર્ગને આજ સુધીનું વિસ્તૃત ઇતિહાસ ઘણોજ મનરંજક છે. કઇ રેવ ભ૦-ભાગ ૨ જે ]
તીર્થકર જેવી તો કોઈ પણ વ્યક્તિ થઈ જ નથી. છતાં તે સવા મહાન ગુરુઓ અને તેમના વારસદારે ચોક્કસ આત્મ કલ્યાણ સાધનારા અને એ મહાન તીર્થંકરના તીર્થની સર્વ જવાબદારીઓ ઉપાડનારા હતા. તેઓ કેવળ તીર્થની-શાસનની વહીવટી જવાબ
૨૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org