________________
છતાં કુદરતની સર્વ પ્રકારની અનુકૂળતાવાળા ભૂપ્રદેશમાં ઉડા મૂળ રોપ સ્થાયિ ધામા નાંખી પડેલી એક પ્રજાને ઈતિહાસ જેવો તેવો જવલંત નથી. પોતાના રક્ષણ અને સંવર્ધન માટે અટૂટ બાહ્ય અને આંતર કિલ્લા રચીને નિર્ભય થઈ મહાલતી પ્રજાને હેવાલ છે રસપ્રદ નથી. પરંતુ તેનો ઈતિહાસ આપણાથી સાવ અજાણ્યા છે. ઇતિહાસને નામે આપણે ઘણું ભણવાના અને જાણવાના ચાળા ચેટક કરીએ છીએ. પરંતુ આપણી જાત વિષે, આપણે સ્વત્વ વિષે, આપણું અસ્મિતા વિષે આપણે તદ્દન અજ્ઞાતજ છીએ. આપણે આપણને ભૂલી જવા લાગ્યા છીએ, અથવા તે આપણે છીએ, તેના કરતાં આપણને આપણેજ જુદી જાતના સમજવા લાગ્યા છીએ. આપણે આપણે પ્રજાકીય ઈતિહાસ બરાબર જાણું જોઈએ. ઇતિહાસ સારો કહે છે કે ઈતિહાસ પ્રેરણા પાય છે, ચૈતન્ય આપે છે. ઈતિહાસ સળંગ તેજ જાગ્રત રાખે છે. એ ખરું પણ ઈતિહાસ હોય તો ને? ઈતિહાસને નામે ભળતીજ વસ્તુને ઈતિહાસ માની બેઠા હેવાથી ઉલટા નિસ્તેજ, નિપ્રાણુ થતા જઈએ છીએ. ઇતિહાસને નામે લખાતા પુસ્તકો અને શોધખોળ આપણને ઉલટા ભૂલ ભૂલામણીમાં નાંખી દે છે. - તે આપણા મન ઉપર એક એ વતની અસર તે કરેજ છે કેઆપણે સારા હતા. તેની કબુલાત આપે છે. પણ સાથે સાથે એવી અસર, પાડે છે કે અત્યારે સારા નથી. આપણું પૂર્વજો જ્ઞાની અને સામર્થ્યશીલ હતા, એમ કબૂલ કરે છે. પણું સાથે સાથે એવી અસર પાડે છે કે-હા. એ વખતના લેકેની અપેક્ષાએ જ્ઞાની અને સમર્થ હતા. હાલની નહીં. પૂર્વ કાળમાં પ્રકાશમય જમાનો હતો. હા. તેના પૂર્વકાળની જંગલી સ્થિતિ કરતાં પ્રકાશમય જમાને બે હજાર વર્ષ પહેલાં હતા. પણ આજના પ્રકાશમાન જમાના જે તે જમાને હેત. એવી એવી આડકતરી ઘણી ખોટી અસરે આપણું ઉછરતા મગજમાં ઠસી ગઈ હોય છે. તેથી ઉછરતી. યુવક પ્રજા આગળ આપણે ગમે તેવી છટાથી વ્યાખ્યાને વાંચીએ. કે ગમે તેવા ઉંચા પ્રકારના શાસ્ત્રો ભણાવીએ પરંતુ તેઓના મગજમાં તેની ભવ્યતા નજ હસે એ સ્વાભાવિક છે. ભૂગોળ વિષે પણ એમજ છે. પ્રજાની દૃષ્ટિથી મહત્વના સ્થળો અને તેની મહત્તા જુદી જાતની છે.
ત્યારે હાલના લેખકેએ તે સ્થળેને માત્ર જેવા જાણવાની વસ્તુ તરીકે વર્ણવીને, મહત્તા તે જુદાજ મુદ્દાઓ અને સ્થાને આપેલ હોય છે.
દા. ત. બહારના મુસાફરની દૃષ્ટિમાં કાશીનું સ્થાન માત્ર એક પ્રાચીન શહેર તરીકે હેય છે, ત્યારે ભાવિક હિંદુની દષ્ટિમાં તેનું સ્થાન,
૩૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org