________________
તેને મુસલમાન કયા કાયદાથી રોકી શકે? એ રીતે હિંદુઓને મદદ આપવી પડે. અને મુસલમાન બજાર વચ્ચેથી હલાલી કરવા ગાયને લઈ જાય, તે હિંદુ કયા કાયદાના આધારે રોકી શકે તેવી સ્થિતિમાં મુસલમાનોને રક્ષણ આપવું જ જોઈએ. આમ થતાં મનમાં વૈમનસ્યના બીજ રોપાય, તેને ચેપ ફેલાયા વિના ન રહે. પરંતુ પહેલેથી જ મહાજનના કાયદાને સ્વીકારી લઈ તેમાં ફેરફાર કરીને બન્નેના મન રાજી રાખ્યા હેત તો ચોક્કસ આવા તેફાને ન થતું. એમ અમારી માન્યતા છે ]
આ બધું છતાં આજે તેમના હાથમાંથી અજબ મુત્સદ્દીગીરીના ખેલ ખેલવાની દિવાનગીરીઓ ચાલી ગઈ છે, વ્યાપારી સત્તાના કેન્દ્રો ખસી ગયા છે, શરાફી લેવાઈ ગઈ છે. કુનેહબાજી, યુક્તિપ્રયુક્તિનો વારસે તૂટી ગયું છે, અનાયાસે પ્રાપ્ત વ્યાપારી વૈજ્ઞાનિક ઉંડુ રહસ્ય લેપાતું જાય છે.મહાજન તરીકેની સત્તા નબળી પડતી જાય છે. શારીરિક, નૈતિક બળ ઝાંખું પડતું જાય છે. પૈસે ટકે અને માણસે ઘસારો લાગતું જાય છે. વતન-નિવાસ દુર્લભ થતો જાય છે, પ્રજાજને સાથે સહકાર ઓચ્છો થતો જાય છે. વાણીયા બુદ્ધિની ચમક મોળી પડતી જાય છે. ઉછરતી પ્રજામાં ઉત્તરોત્તર વણિક તેજના ટકા ઘટતા જાય છે. કહેવત છે કે-“ચતુર વાણી બનાવીને ઇશ્વરે હાથ ધોઈ નાખ્યાં છે. તેમાં ફરક પડે છે. આ બધું નુકશાન હજુ તે કાનખજુરના એક પગ ભાંગવા જેટલું જ છે. છતાં કબૂલ કરવું પડશે કે નુકશાન થયું છે, અને એટલે પરદેશી બુદ્ધિને, તથા એકસંપીને વિજ્ય થયું છે. લાભ દેખાયા છે. તે માત્ર ઈંદ્ર ધનુષ્ય જેવા છે, અને નુકશાને અચૂક સ્થાયિ થયા છે.
તાત્કાલીન રાજકીય સંધિઓ થઈ ગયા પછી નવીન રચનાત્મક કાર્યોના વાતાવરણ માટે ગ્રેજ્યુએટ દીવાનેના પ્રવેશ પછી દિવાની ગઈ, યુરોપીય વેપારીઓને માટે વ્યાપાર ક્ષેત્ર ઉઘાડવા ક્ષણિક ચમક પછી વ્યાપારના મુળ કેન્દ્ર હાથમાંથી ગયા. નાનપણથી જ અપૂર્ણ અને જુદા વાતાવરણ વાળી કેળવણીથી કુદરતી બુદ્ધિને વાર ઝંખા.
૩૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org