Book Title: Jivan Vikas ane Vishvavlokan
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Prabhudas Bechardas Parekh

View full book text
Previous | Next

Page 337
________________ આપણે તેમને હાલના સંજોગામાં રાજ્યકર્તા તરીકે કબુલેલા છે. તે કબૂલાત હાલના સંજોગોમાં કાયમ રાખવી જોઇએ. કારણ કે તેને માટે કાંઇ પણ કરી શકાય તેવા સંજોગેાજ નથી. દુનિયાના દરેક ભાગમાં ફરી વળેલી ગેરી પ્રજાનું બળ આજે અટૂટ છે. તેની સાથે એ પણ છે કે ત્યાંની સંસ્કૃતિના ફેલાવા માટે તેને બદલે અહીંની સંસ્કૃતિને થતા નુકશાનની પરવા કદાચ તે ન કરે. તેટલા પરથી પણ આપણે ગભરાવાનું કારણ નથી. ગમે તેટલા પ્રયત્નાને અંતે પણ ભારતીય સંસ્કૃતિ અદ્ભૂત તે અચળ છે. તેઓને પણ ભવિષ્યમાં તેને અનુભવ થશે. તે વખતે બળ કરવાનેા આપણા વારે। આવશે. ત્યાં સુધી બિનજુલ્મી રાજ્યવહીવટ કયે જાય તેમાં આડે ન આવવુ જોઇએ. અને કદાચ જુલ્મથી રાજ્યવહીવટ ચલાવશે તે તેની સલામતી થાડા દહાડા જ રહી શકે. એટલે પણ આપણે ઉકળવાની જરૂર ન હેાય. હા, એટલું ખરૂં છે કે-લાભે લાભ વધે, હાથમાં આવેલી બાજીથી દરેક પ્રજા કૅ માનવ પેાતાના દેશ, કુટુંબ, કે જાતભાઓને આગળ લાવવા પ્રયત્ન કરે એ સ્વાભાવિક માનવ સ્વભાવ છે, આપણે પણ તે જગ્યાએ એમ જ કરીએ. તેમાં પણ કાંઇ પણ વાંધો લેવા જેવું જણાતું નથી. અલબત્ત, કાષ્ટ વિચારક એટલું કહી શકે- તેઓ ઇતર પ્રજા તરીકે પેાતાના સ્વાર્થ માટે જે કાંઇ કરે, તે અમારે કબૂલ છે. અને તેની જ સાથે અમને અમારા સ્વાર્થ માટે પ્રયત્ન કરવાની સ્વતંત્રતા ઉભી રહે છે. પરંતુ વિશ્વાસ અને પ્રામાણિકતાથી અમારા રાજ્યવહીવટ ચલાવાનેા હાય, ત્યારે તેટલા પૂરા અમારા દૂર દૂરના હિતને! પણ વિચાર કરવા જોઇએ. તેમાં પણ ત્યાંના હિતને પ્રથમ લક્ષ્યમાં રાખીને અમારા વહીવટ ચલાવવામાં આવે, એ વિગેરે પ્રકારની ખામીએ અમારા ઉકળાટનું કારણ હાય છે. ,, ,, એ બાબત આ સ્થળે અમે વધારે ઉંડે ઉતરવા નથી ઇચ્છતા, પરંતુ હવે પછીના “ સમ્યક્ત્વ સૂર્યાંય ” પુસ્તકમાં એ ફરી વિચારીશું. તે પણ એટલું તા કહીએ છીએ કે-બળાબળને વિચાર તેા પહેલા કરવા જોઇએ. ત્યાર પછી પણ બીજા ઘણા સાધક સંજોગેાના વિચાર કરવા જોઇએ. ] જ્યાં સુધી પૂરા પરિણામ-જનક સ ંજોગા માલૂમ ન પડે, ત્યાં સુધી શક્તિ, સગઠન, અને સાધના વેડફી ન નાંખતા, ગમે તેવા કટાકટિના પ્રસંગામાંથી પણ શાંત ભાવે પસાર થવું જોઇએ. હાલને માટે પણ ભારતીય આર્યની પ્રથમની એ પાલીસી આજે પણ અમને વ્યાજબી જણાય છે. Jain Education International ૩૧૨ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 335 336 337 338 339 340 341 342 343 344 345 346