________________
ક્ષત્રિયે પણ શારીરિક બળ અને લડાયક વર્ગ તરીકે મુખ્યપણે રહેલ છે. બુદ્ધિની બાબતમાં બ્રાહ્મણ અને વ્યાપારી વર્ગને આશ્રિત રહ્યા છે. વ્યાપારીઓ આખા દેશના નાણા પ્રકરણી સમગ્ર હીલચાલના કેન્દ્રામાં હોવાથી પ્રજાજીવનમાં અગત્યનો ભાગ ભજવી ગયા છે,
આ ઉપરથી જૈનો મૂળથી જ દુન્યવી પ્રજાકીય જીવનમાં વ્યવહારૂ બુદ્ધિબળથી સર્વથી મોખરે રહ્યા છે. અને મહાજન શબ્દ પ્રાપ્ત કર્યો છે. મહાજન એટલે ભારતીય આખી આર્યપ્રજાની દુન્યવી પ્રજાકીય મહાસંસ્થાનું કેન્દ્ર. રાજ્યસંરથાઓ પણ તેનું અંગ. રાજ્ય સંસ્થા કોના હાથમાં સોંપવી કે કેના હાથમાં સોંપવી, તે સર્વે સત્તા મહાજનની પ્રજાએ સંપેલી રાજ્યસંરથાની અવાંતર ઉત્થલપાથલ અને તોફાનો અંદરઅંદરના રાજ્યસંસ્થાના આંતરવહીવટના છે. પરંતુ બાહ્ય વાતાવરણમાં જયારે જરૂર જણાઈ છે, ત્યારે રાજ્યવહીવટને એકંદર આખી પ્રજાના ઈષ્ટ સંજોગોમાં મૂક્યું છે. આંતર ફેરફારોમાં મહાજન ન પડે. તે તે એક બીજા રાજાઓ જ સમજી લે. હારનાર રાજાને બદલે વિજ્યી રાજાને કબૂલ કરવામાં એકજ અર્થ છે કે પરીક્ષામાં ઉચે નંબરે આવેલે વિદ્યાથી સરકારી ખાતું સારી રીતે સંભાળી શકશે, માટે તેને સારો પગાર આપી નોકરીમાં રાખવા, ને સમ્મતિ આપવા જે જ છે. તે વખતે રાજ્ય સરથામાં લડાયક કુશળતાજ પરીક્ષાનો વિષય હતો, અને તેની જ જરૂર હતી.બાકીને વહીવટ તો પ્રજાજ ચલાવતી હતી. આ પ્રમાણે જ બીજી સંસ્થાઓ વિષે. તેથી કેણુ હારે છે ને કેણું જીતે છે? એ રાજ્ય સંસ્થાના અવાંતર વહીવટમાં હોવાથી મહાજનને બહુ ધ્યાન દેવા જેવું હેતું. કેર્ટીમાં મેટા મેટા વ્યાપારીઓના ગમે તેવા કેસ ચાલતા હોય, અને તે વ્યાપારીઓની દૃષ્ટિથી ગમે તેટલા મહત્ત્વના હોય, પણ વાઈસરોયની દૃષ્ટિમાં બીજા કાર્યોની અપેક્ષાએ તે બહુ મહત્ત્વની વસ્તુ નથી હોતી. મહાજન ખાસ ક્રાંતિમાં ધ્યાન આપે
૩૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org