________________
પિતાની રાજ્યકર્તા તરીકેની સત્તા ટકાવી રહ્યા છે. રાજપૂતાનાના રાજે ટકી રહેવામાં જૈન મુત્સદ્દીઓની સબળ મદદ છે. જયાં જયાં જૈન મુત્સદીઓની સબળ મદદ નથી મળી ત્યાં ત્યાં ખાલસા થઈ. જતાં વાર નથી લાગી. કેવડી મેટી મેગલ સલ્તનત અને કેટલી જમ્બર પેશ્વાઈ સત્તા, ક્યાં નામનિશાન છે? બ્રિટિશ સરકારની પહેલાં તો તેઓ જ સબળ હતા. મરાઠા રાજ્યો તે ક્ષત્રિયો છે. તેઓને પણ મહાજનની મદદ તે મળી જ છે. પાટણ વિગેરે ઉત્તર ગુજરાતમાં દામાજી ગાકવાડને લઈ જનાર મહાજન જ છે. બ્રીટીશ રાજયને પાયે નંખાવામાં મહાજનની જેવી તેવી મદદ નથી.
[ રાજ્યકટુંબોએ કે પ્રજાજનોના બીજા વર્ગોએ કાઈ ઉપદેશકની અસરથી જૈન ધર્મ છોડ્યો હોય, તે અન્ય ધર્મ સ્વીકાર્યો હોય તે જુદી વસ્તુ છે. પણ તેથી મહાજનની દુન્યવી પ્રજાકીય સત્તામાં ફરક પડતો ન હતો. રાજા ગમે તેવો બળવાન હોય. પરંતુ રાજાનું બળ તેનું લશ્કર મુખ્યપણે ગણાય. લશ્કર રાજાના તાબામાં ખરું પણ એ વખતના લશ્કરીઓ કાંઈ ખાસ પગારદાર નોકરો જોતા, તેઓ પણ પ્રજા જીવનમાં મોભો ધરાવનારા અને પિતાના ધંધા અને ફરજની એ લશ્કરમાં જોડાતા હતા. તેઓ પિતાની સાતિઓને આધિન હતા, જ્ઞાતિના આગેવાનો મહાજન મંડળમાં મુખ્ય પ્રતિનિધિઓ હતા. એટલે મહાજનની આંખ ફરતાં બધું ચક્કર ફરવા માંડતું. આજે મહાજન સત્તા અને જ્ઞાતિ સત્તાઓ વચ્ચે આટલા વિદનો છતાં તેની ઉંડે ઉડે કેટલી પ્રબળતા છે ? ત્યારે પૂર્વકાળમાં કેટલી પ્રબળતા હશે ? તેની તો કલ્પના જ કરી શકાય. આથી રાજ્ય સંસ્થા ચલાવી આપનાર સ્વદેશી હોય કે પરદેશી હોય તે બાબતની મહાજનસંસ્થાના મન પર બહુ અસર રહી નથી. ગામના ઠાકરડા બરાબર એકી નજ કરી શકતા હોય તે છેવટે આરબને કે પઠાણને ચોકી સોંપતા સંકોચ ન રાખે. તેઓના માનમાં કઈ પણ રીતે ચેક કરાવવી એજ મુખ્ય બાબત. ]
કુશળ વ્યાપારી તરીકે તે આખે વ્યાપાર તેમના જ હાથમાં હતો. મુલકી અને બંદરી. હિંદનું કઈ પણ શહેર જયારે જયારે વેપારનું કેન્દ્ર બનતું ત્યાં ત્યાં જૈને પહેલા હેય, રાજગૃહ, પટણું, વેણાતટ, ઉજૈન, પાટણ, ખંભાત, ધોલેરા, વિગેરે.
(૩૦૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org