________________
પ્રભાવ, સંસ્કૃતકુટુંબજીવન, પરોપકાર, ઉદાર દિલ, વિગેરે બાબતમાં જૈને આગળ તરી આવતા માલમ પડશે. અલબત્ત રાજાઓના શિર્ય, અને ટેક એ તેમની પોતાની જાત શક્તિના બલિદાને છે. પરંતુ આર્થિક પરોપકાર કે ઉદારતા અંગત નથી. પણ પ્રજાકીય સંસ્થામાંથી છે. કરોપાજીત ધન સંસ્થાનું છે. ત્યારે ગૃહસ્થની ઉદારતા અને પરોપકારિતા પાર્જીત ઉત્પાદક શક્તિઓમાંથી હૈય છે.
જૈનધર્મ માત્ર વાણીઆઓજ પાળે છે, એમ નથી. તે ઘણીવાર વખતોવખત રાજકુટુંબને ધર્મ રહે છે. અને ઘણા પ્રદેશમાં ઘણે વખત સુધી ટકેલે છે. વારતવિક રીતે તે જાહેર ધાર્મિક સંસ્થા હેવાથી તેની આધિનતા સ્વીકારીને ઘણાજ પ્રાચીનકાળથી ઘણા રાજય કુટુંબ અને ઈતર પ્રજાજને તેની સેવા કરતા આવ્યા છે. છતાં ધર્મ પરિવર્તનની બાબતમાં ક્ષત્રિય જેટલા વ્યાપારીઓ ચંચળ બુદ્ધિના જણાવ્યા નથી. ઉલ્ટાસ્થિરબુદ્ધિના જણાયા છે. રાજાએને ધર્મ પમાડવામાં ધર્મને માટે રાજ્યાશ્રય શોધવાની બુદ્ધિ નહોતી, પરંતુ જૈનમુનિઓની વિશિષ્ટતા તેઓને આકર્ષતી હતી. અને રાજાઓ વિગેરે પ્રતિષ્ઠિત આર્યગૃહસ્થ કુટુંબે જૈન ધર્મને આશ્રય શેધતા હતા.
જૈનેમાંથી રાજ્યનૈતિક કુશળતાવાળી ઘણી વ્યક્તિઓ નીકળી આવેલ છે. રાજા લડી લડીને થાકે પણ વિજ્યની આશા ન હોય, તે મહાજન વચ્ચે પડીને યુક્તિ પ્રયુક્તિથી છોડાવે, સંધિ-વિગ્રહના રસ્તા મોકળા કરી આપે. મહાજન તરીકે રાજાને ઘણી મદદ કરી છે, ઉપરાંત રાજ્યના મુખ્ય મંત્રી તરીકે જૈનએ અસાધારણ કુશળતા વારંવાર બતાવી છે, મુસલમાની રાજ્યકાળમાં, અને બ્રિટિશ રાજ્યકાળમાં પણ ઘણું રાજાઓ જેની કુશલતાથી જ આજ સુધી
૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org