________________
કાઈની વાત પણ સાંભળવાને તૈયાર નહીં. જેથી કરીને દેશહિતના પ્રજા કલ્યાણના મૂળમુાના ખરા પ્રશ્નો પર કાયમને માટે પડદો પડ્યો જ રહે છે. દેશના ઉંડા ઉંડા ગર્ભમાં છુપાયેલી, ગુંચવણ ભરેલી, અનન્ય, વાસ્તવિક, ભારતીય પરિસ્થિતિથી અજ્ઞાન છતાં આ વર્ગને ખાસ આગેવાન ગણી લેવામાં આવે છે, અને પછી પરદેશી મુત્સદીઓ પાટના સોગઠાંની માફક સુખેથી તેને જેમ ઉપયોગ કરવો હોય તેમ કરી શકે છે. અલબત્ત, તેમાં તેઓને દોષ નથી. તેઓએ કયાં વિતરાગ હોવાનું બીડું જડપ્યું છે. તેઓ ને પિતાને સ્વાર્થ માટે કાંઈ પણ કરવાની છૂટ છે, સવાલ માત્ર આપણો રહે છે, એટલી તેઓની કુશળતા છે, અને આપણી ગફલત છે, તેનોજ અફસોસ છે. આપણે વિવેકથી સમજવાની જરૂર છે. છતાં હાલના સંજોગેજ એવા છે કે-જે હાનિ થવી હશે, તે થશેજ. તે કોઈ અટકાવી શકે તેમ નથી. ] આધુનિક પ્રશ્નો –
એ તે બધું કબૂલ છે કે-જૈન મુનિઓ મૂળથી જ ભારતમાં પિતાને પ્રભાવ પાડતા આવ્યા છે, અને હજુ પણ પાડે છે. પરંતુ આજની સ્થિતિમાં એ વાત એટલી સત્ય નથી. કારણકે આજે જૈન મુનિ સંસ્થાથી જૈને જ વિરુદ્ધ થઈ ગયા છે. અંદર અંદર પરસ્પર લડી રહ્યા છે, અને દીક્ષાના પ્રશ્નથી તે દેશ આખો ખળભળી ઉઠયા છે. તેનું કેમ?
આ પ્રશ્નો છેડવાની આ સ્થળે ઈચ્છા નહતી. કારણકે તે જૈન ધર્મની રચનાત્મક ઘટનાને હિસાબે નજીવા છે. તે આગળ સમજાવ્યું છે, છતાં પ્રસંગોપાત્ત અમારી સમજ પ્રમાણે તેને ટુંકામાં જવાબ આપી આ પ્રકરણ પૂરું કરીશું.
મુનિ સંરથા સામે કોઈપણ જૈન નથી. માત્ર હાલની સંસ્કૃતિની અસરવાળી કોઈ વ્યક્તિ તેની સામે હોય, તેનું ચાલુ વૈમનરયમાં ખાસ વજન નથી. હાલની સંસ્કૃતિ કોઈ પણ મુનિ સંરથાથી વિરુદ્ધ છે. કારણકે, તેના વેગની અને સ્વાર્થની તે આડે આવે છે. એટલે તેને વિરોધ ન્યાયસર ન કહેવાય.
૨૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org