________________
પછી શ્રમણોની પ્રમુખતાએ સકળસંઘ સમક્ષ, દાખલ કરવાની સકળસંઘની સમ્મતિસૂચક વાસચૂર્ણને પ્રક્ષેપ કરવામાં આવે છે. તે રીતે દાખલ થયેલા રીતસર સંધમાં દાખલ થયેલા ગણાય છે. આવો પ્રવેશ–નિવેશ જ સર્વથા નિરપાય રહી શકે છે. સૂમદષ્ટિથી તપાસતાં આ બધી સાવચેતીઓ સમ્યગ દર્શનની સજજડ અને સચોટ શરતમાં સમાવેશ પામે છે. આર્યત્વની ભૂમિકા વિના સમ્યગદર્શનનું વ્યવહાર મંડાણ જ માંડી ન શકાય. કોઈપણ સંસ્કારી પ્રાણીમાં ભાવ આર્યત્વની ભૂમિકા બંધાયા પછી જ સમ્યકત્વને પ્રાદુર્ભાવ થઈ શકે. અને સમ્યક્ત્વ એ જૈનધર્મમાં દાખલ થવાની પ્રાથમિક ભૂમિકા છે.]
વહીવટી ભેદભેદ.
ધાર્મિક, રાજકીય, પ્રજાકીય, સામાજીક નાગરિકતા વગેરે અલગ અલગ સંસ્થાઓના વહીવટ પણ અલગ હોવા જોઈએ, અને હેય છે. છતાં સંક્ષેપ ખાતર ઘણી વખત એકજ ચોપડે, વહીવટ કરનાર વ્યક્તિ કે સંથાયે એકજ હોવા છતાં વહીવટની જુદાઈ ધ્યાનમાં રાખીનેજ વહીવટ કરવામાં આવે છે. ધર્માદાખાતાં કેવળ ધાર્મિક નથી હતાં. ધર્માદા શબ્દથી ઘણી વખતે પોતાના અંગત, કૌટુમ્બિક, અને એવા બીજા કેટલાક ખાતાંઓ શિવાયના કોઇપણ સખાવતી ખાતાઓને ધર્માદાખાનું કહેવામાં આવે છે. ધર્માદાખાતું એટલે વિકાસ પોષક ખાતાઓને સમૂહ, એ અર્થ લઈ તેના અનેક પેટા ભેદે પાડી લેવાય છે.
કેઈ એક ગૃહરથ અન્નશાળા રાપે, દુષ્કાળ ફંડ ભરે, પાંજરાપળમાં કાંઈ રકમ આપે તે બધા ધર્માદા ખાતાં છે. દેરાસર બંધાવે, ઉપાશ્રય બંધાવે, યાત્રા માટે નિકળે, નેકારશી માટેની ધર્મશાળા બંધાવી આપે, તીર્થરક્ષા કે એવા ખાતાઓમાં કાંઈ આપે, તે શુદ્ધ આત્મકલ્યાણ અને આધ્યાત્મિક હેતુથી હેવાથી શુદ્ધ ધાર્મિક ખાતાંઓ છે. નાતની વાડી બંધાવી આપે, નાત જમાડે, નાતને લાગો ભરે–ભરાવે વિગેરે સામાજીક ખાતાઓ છે. શહેરના આગેવાન
૨૮૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org