________________
પ્રાણ છે. ક્રિયાપર ઘા કરનાર ખરી રીતે જૈન ધર્મના પ્રાણજ સધવા ઇચ્છે છે. કેઈપણ વસ્તુ જગમાં ક્રિયાત્મકતાથી જ જીવી શકે છે,
હવેના નવા કાટખુણાઓના બાહ્ય મહારથીઓ આબુવાળા શાંતિ વિજયજી તથા બીજા કેટલાક જણાય છે. અત્યંતરમાં પં. રામવિજયજી વિગેરે જણાય છે. ધંધામાં અંબાલાલ સારાભાઇ, વિગેરે કાટખુણો કરતા જણાય છે. સંઘના આગેવાનીમાં શેઠ કીકાભાઈ પ્રેમચંદ અને કસ્તુરભાઈ લાલભાઈના નામે આવી શકે છે.
આ રીતે અવળા સવળા અનેક કાટખુણા પડયે જ જાય છે. મૂળ સંરથા ઘણી જ છિન્નભિન્ન છે. મૂળ સંસ્થાને મજબૂત કરવાના બહાના નીચે દરેક નવા નવા કાટખુણા પડયે જાય છે. એક મૂળ કાટખુણે ઢીલું પડે કે તેમાંથી બને તરફના કાટખુણાઓ પડયે જાય છે. સૌને માનસિક ઉદ્દેશ સારાને જ હશે. પરંતુ લાભ થાય છે કે નુકશાન? તેનું સરવૈયું કાઢવાને સમય જ હવે આવ્યો છે.
[ આધુનિક સંસ્કૃતિ પિષકની સંસ્કૃતિને પ્રચાર કરવાની બેવડી ખૂબી જણાય છે. ૧ પ્રજામાં બંધ બેસતી થઈ શકે તેવી સામાન્ય અને સાદી રીતે આચ્છી
આચ્છી કોઈપણ કાર્યક્રમની ચાદર આખા દેશમાં બીછાવાઈ જાય. જેમ જેમ વખત જતો જાય, તેમ તેમ તેમાં સુધારા વધારાના કાટખૂણા પડીને તે વધારે વધારે ફેલાવો પાપે જાય. અને તેને ધાર્યા પ્રમાણે સંપૂર્ણ અમલમાં મૂકનાર વર્ગ પણ મળી જાય. એમ વખતે વખત આગળ વધનારે ઉત્તેજન પાત્ર, અને પાછળ પાછળ પડતું અલ્પ ઉત્તેજન પેિન્શનર પાત્ર, એ વર્ગો પડતા જાય. બીજી રીત. ચાલુ રૂઢિને ઉત્તેજન આપી, તેમાંથી સહેજ નવી સંસ્કૃતિ તરફ વલણ ધરાવનાર વ્યક્તિઓને આગળ કરી દઈ, તેની નવીનતાને લોકપ્રિય કરવાને માટે તેજ વ્યક્તિઓ હસ્તક ચાલુ રૂઢિના સારા સારા કામે થવા દેવાથી મૂળ વર્ગ કાંઈક પાછળ પડે. અને પેલો વર્ગ આગળ આવે. આમ સુધારા વધારાને બહાને જરા જરા જુદા પડતા વર્ગની પાછળ યુક્તિયુક્ત પીઠબળ આપવાથી મૂળ સીધી લીટીમાંથી કાટખૂણું પડતા જાય, અને તે નવી સંસ્કૃતિ તરફ ખેંચાતા
૨૯૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org