________________
નુકશાન હોય, તેવી પ્રવૃત્તિ ડાહ્યા માણસો કરે નહીં. ફાયદા કરત નુકશાન વધારે થયું છે, તે તે હવે પ્રત્યક્ષ જ છે.
આટલી છિન્નભિન્નતા છતાં સંધના ઘણા આંતરત હજુ ઘણાજ મજબૂત છે.
[ જ્ઞાની જેને શાસ્ત્રકારોએ ત્રિકાળના ઉલટા સુલટા સંજોગો કલ્પીને શાસનનું નાવ કેમ ચલાવવું તેના ઘણાજ બારીક નિયમો અને કાયદાઓ શાસ્ત્રોમાં બતાવ્યા છે. તેને બરાબર એક નિષ્ઠાથી સર્વાનુમતે વળગી રહેવામાં આવે, તે આટલી છિન્નભિન્નતા નજ થતું. વળી શ્રી પૂજ્ય અને યતિઓના વ્યક્તિગત જીવન જુદી વસ્તુ હતી. અને ભગવાન મહાવીર પ્રભુની પટ્ટ પરંપરા બીજી વસ્તુ હતી. પટ્ટ પરંપરાને ખીલવવી એ દર્શન શુદ્ધિનું કાર્યું હતું. અન્યાયી ન્યાયાધીશને બરતરફ કરી શકાય, પરંતુ કોર્ટ બંધ ન કરી શકાય. પટ્ટ પરંપરા તીર્થકર ગણધર ભગવાન વિના કોઈ સ્થાપી ન શકે, સ્થાપે તે ચાલે નહીં. આવી મહત્ત્વની છતાં ધ્યાનમાં ન આવે તેવી સહજ ભૂલને પરિણામે, આજે કેટલા આચાર્યો અને નાયકે? એકતાને મેટો ધક્કો લાગે. અલબત્ત-શિક્ષણથી જ્ઞાનની પરીક્ષા તે ઠીક, પણ નવા સુધારાને ઉપયોગી થાય તે પ્રતિષ્ઠિત વર્ગ ઉભો કરવાને ગૃહરિથોને જુદી જુદી ડીગ્રીઓ મળતી ગઈ, ત્યારે જિંદગીભર ચારિત્ર પાળનારી વ્યક્તિઓને સર્વ સામાન્ય જનસમાજ પ્રમાણે રહેવા દેવા પણ કેમ પાલવે ? આ સ્થિતિમાં પદવીઓ આપવી પડી, પરંતુ એકતાને ધક્કો લાગ્યો. તે પણ હજુ મેટું થયું નથી, ત્યાં સુધીમાં ચેતાય તે સારું. ] - જૈન સંઘના માનસનું ચિત્ર શ્રીઉપમિતિ ભવ પ્રપંચા કથા કાર આચાર્ય મહારાજશ્રી સિદ્ધર્ષિગણિના શબ્દમાં નીચે પ્રમાણે છે –
“જેને વીતરાગ પ્રતિમામાં મૂછિત થાય છે. સમ્યગજ્ઞાનના અભ્યાસમાં રાજી રહે છે. સાધર્મિક ઉપર સ્નેહ રાખે છે. ધાર્મિક ક્રિયાઓમાં આસક્ત રહે છે, ધર્મગુરૂઓના દર્શનથી સંતુષ્ટ રહે છે, તત્ત્વ વાર્તામાં હર્ષ પામે છે. વ્રતની ખલનાઓ પર દ્વેષ કરે છે, સામાચારી લેપથી ક્રોધી થાય છે, પ્રવચનના પ્રત્યનિકે ઉપર કોપા
ર૯૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org