________________
ગોઠવી લે, તેમાં ધર્મસંસ્થા વચ્ચે ન આવે. શક્તિ કરતાં ઉતરતી રીતે, કે વધારે પડતી ચડતી રીતે ગોઠવે, તે વચ્ચે આવે. અથવા, આદર્શ પ્રમાણે વતી ન શકે છતાં આદર્શને ક્ષતિ આવે તેવી ભાવના પિષક કેઈપણ વિચાર કે પ્રવૃત્તિને રોકવા પ્રયત્ન કરેજ. તોપણ પિતપોતાના દૃષ્ટબિંદુ અને સંજોગો અનુસાર દરેક સંસ્થાઓ સ્વતંત્ર પણ છે. ધાર્મિક સંસ્થાઓના કાર્યક્ષેત્રની આ મર્યાદા છે.
ધર્મસંસ્થાનું પહેલું સ્થાન હોવાથી, સંકટ સમયે તેને નાગરિકિની સંસ્થા, રાજ્ય સરથા, નાતોની સરથા અને એવી બીજી અનેક દુન્યવી સંસ્થાઓની મદદ કરવાની ફરજ છે, એવું હિંદનું પ્રાચીનકાનથી ચાલતું ધોરણ છે. આજે પણ કેટલેક અંશે તે પ્રમાણે છે. દાખલા તરીકે દીક્ષા લેનારના પિતાને હાલી તરીકે પુત્ર પાછો લાવવા પ્રયત્ન કરવાનો આધકાર છે. પણ સંઘના ટ્રસ્ટી તરીકે, જૈન શાસનના સેવક અને સંધના આગેવાન તરીકે તેજ વ્યક્તિની સંપૂર્ણ મદદ કરવાની ફરજ છે. બન્ને ફરજો અલગ છે.
[ હાલમાં યુરોપની પ્રજાઓ દરેક તત્ત્વને પિતાની સંસ્કૃતિનું અંગ બનાવવાના મુખ્ય ઉદ્દેશથી ધર્મ સંસ્થાઓને પણ રાજ્ય સંસ્થાઓનું અંગ બનાવવા સચોટ પ્રયત્નો કરી રહેલી હોય તેવો ભાસ થવા લાગ્યો છે. આ બિનકુદરતી પ્રયત્ન કેટલું નુકશાન કરશે ? તેની કલ્પના થઈ શક્તી નથી. આધુનિક આંતરબાહ્ય કાટખૂણાઓને ઇતિહાસ અને સ્વરૂપ - ભારતના બાહ્ય વાતાવરણમાં એટલે કે ધંધાઓમાં, ધર્મોમાં, રીતરીવાજો અને સામાજિક રુઢિઓમાં, પહેરવેશમાં, વિચાર વાતાવરણમાં, એકંદર દરેક દરેક બાબતમાં નાના મોટા કાટખૂણાઓ પડેલા છે. તેની અસરથી જૈન ધર્મની બાબતમાં પણ કેટલા અને કેવી રીતે કાટખૂણાઓ પડેલા છે. તે આ પ્રકરણમાં વિચારવાનું છે.
ઈસ્લામી ધર્મની પ્રતિમા વિરુદ્ધની અસર કાળદોષે સુરત
૨૮૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org