________________
રાજ્યસંસ્થાઓ ચલાવનારા રાજાઓના વર્ગની માફક પ્રજામાં આગેવાન તરીકે કામ કરતા અને જૈન ધર્મ પાળતા વર્ગને જુદે પાડી જુદા જ હકે અને નીતિથી તેમની સાથે કામ લેવામાં આવ્યું છે.
આવી રીતે આર્ય–પ્રજા શબ્દને પર્યાય શબ્દ હિંદુ શબ્દ છે. આર્ય પ્રજાના સર્વ ધર્મો, તે હિંદુ ધર્મો છે. જૈને મુખ્ય પણે તે પ્રજામાં જ એક ભાગ હોવાથી હિંદુઓ છે. જૈન ધર્મ પણ હિંદુ ધર્મ જ છે. ત્યારે હાલ સમજ એવી છે કે–વૈદિક ધર્મ તે હિંદુ ધર્મ, અને તેને માનનારા તે હિંદુઓ. પણ તે ખોટી છે. આર્ય પ્રજાના જેમ સામાજિક ભેદે અનેક છે, તેમજ આર્ય પ્રજાના ધર્મ સંસ્કારન જૈન, વૈદિક, બૌદ્ધ એ ત્રણ મુખ્ય ભેદે છે. એ ત્રણેયને ભારતીય આર્ય ધર્મો કે હિંદુ ધર્મો કહી શકાય છે.
આ ઉપરથી જન, ધર્મ છે. કેઈ જન કોમ નથી. જૈન કેમ શબ્દનો અર્થ “જન ધર્મ પાળનારી કેમ? એ સમજવાનું છે, એટલે જન ધમી તરીકેની ફરજો અને જૈન ધર્મ પાળનારી કામ તરીકેની ફરજો જુદી જુદી હોય છે. પિરવાડ, ઓસવાળ, શ્રીમાળી વીશા, દશા વિગેરે શબ્દો આર્ય પ્રજાના સામાજિક દૃષ્ટિથી પડેલા વિભાગોના નામે છે, ધાર્મિક વિભાગોની દૃષ્ટિથી પડેલા નામે નથી. પિરવાડ વિગેરે કેમ છે [ ભારતીય આર્ય પ્રજાના સામાજીક દૃષ્ટિથી પાડેલા અંશે છે ]. જેમ ગુજરાતી, સૌરાષ્ટ્રી, મારવાડી પંજાબી વિગેરે દેશના સંબંધથી આર્ય પ્રજાજનોના જ નામો છે. તેવી જ રીતે તપાગચ્છ, ભવેતામ્બર, સ્થાનકવાસી, ખરતરગચ્છ, અંચળગચ્છ, વામીનારાયણ, રામાનુજ, વૈષ્ણવ વિગેરે ધાર્મિક દૃષ્ટિથી પડેલા ભેદેના નામે છે. એ જ રીતે ધંધાની દૃષ્ટિથી, શહેરના લત્તાઓ અને સત્તાઓની દૃષ્ટિથી પણ, મહાજનનાં ભાગ અને જુદા જુદા નામો હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org