________________
શ્રદ્ધા-ભક્તિને ઢીલી કરી નાખવામાં આવે છે. એકંદર એવી છાયા પડે છે કે-“આવા જુના જમાનાના ગ્રંથો પર શ્રદ્ધા રાખવી, તે હવે એક જાતનું અજ્ઞાન છે, છતાં અંધ શ્રદ્ધાળુ ભકત એવી શ્રદ્ધા રાખી રહે તેટલું જગત પ્રગતિમાં પાછળ છે.” ]
યદ્યપિ યુપીય કે એતદેશીય તદનુયાયિ વિદ્વાનના રથોમાં એ હકીક્ત સીધે સીધી ન મળી શકે, પરંતુ આડકતરી રીતે તે તે જ ધ્વનિ હોય છે. વિદ્વાનોના કાર્યો તે તે સંસ્થાઓના ઉદેશ સાથે સંકળાયેલા હોય છે. તે તે સંશોધક સંરથાઓ અને યુનિવસી ટીએ તે તે રાષ્ટ્રના હિત સાથે અને રાષ્ટ્રીય ઉદ્દેશે સાથે જોડાયેલાજ હોય છે. તે તે યુરોપીય પ્રજાના રાષ્ટ્ર અને સંસ્થાઓમાં અંદરઅંદર ગમે તેટલે ઉદ્દેશ ભેદ–સ્વાર્થ ભેદ હોય, છતાં આધુનિક સંરકૃતિને આગળ વધારી તેની પાછળ પાછળ આગળ વધવાની બાબતમાં સે એક સરખી રીતે બંધાયેલા છે. તેથી વિદ્વાનની કૃતિમાં એ છેવટના ઉદેશની છાયા જેટલે અંશે ઉતરે, અને જેટલે અંશે તેની અસર આગળ વધે છે, તેટલે અંશે તેની હરીફ.આપણી સંસ્કૃતિ પાછળ હઠે, અને જેટલે અંશે પાછળ હઠે, તેટલે અંશે તેની સાથે આપણા હિત સંબંધ જોડાયેલા હોવાથી આપણે પાછળ હઠીએ, એ સ્વાભાવિક છે. આ દૃષ્ટિએ આપણા સાધનોનો એટલે તેમની દૃષ્ટિથી ઉપયોગ થાય, તેટલું આપણને નુકશાન થાય છે. વળી કેવળ જગતુના કલ્યાણને ઉદ્દેશીને ત્યાગી, અને નિકરવાથી મહાત્મા પુરુષોએ કેવળ પરિશ્રમ સેવીને તદ્દન મફત ઉત્પન્ન કરેલા સાહિત્યની પ્રસિદ્ધિમાંથી તેઓ કાગળ અને છાપખાનાને લગતા સામાનના વકરા દ્વારા આર્થિક લાભ ઉઠાવે છે. તેજ વખતે ભારતીય લેખન કળા વિગેરેને નાશ થઈ ચૂક્યું હોય છે, તેમાં તે કહેવું જ શું? અને પુસ્તકની રચના-સંન્નિવેશ તથા બાંધવામાં ત્યાંની કળાને પ્રવેશ થતાં અહીંની કળા પણ નાબૂદજ
૨૫૭
૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org